________________ પાણિગ્રહણ મહત્સવ. તેનું પાણિગ્રહણ કરાવે.” અશ્વસેનરાજાએ કહ્યું કે-“હે ભદ્ર! તમે ઠીક કહે છે, અમારે તો એ મનેરથજ છે, પણ પાર્શ્વ કુમાર સંસારથી વિરક્ત જણાય છે, તેથી હું કાંઈ સમજી શક્તો નથી કે તે શું કરશે ? પરંતુ તમારા ઉપધથી હું બળાત્કારે પણ પાશ્વક માર પાસે તેણીનું પાણિગ્રહણ કરાવીશ, માટે તમારે ગભરાવું નહિ.” આ પ્રમાણે કહી અશ્વસેનરાજા તેને સાથે લઈને પાર્શ્વકુમાર પાસે ગયા, અને કહ્યું કે-“હે વત્સ ! આ પ્રસેનજિતરાજાની પુત્રીનું તું પાણિ ગ્રહણ કર.” પાર્શ્વકુમારે કહ્યું કે:-“પાણિગ્રહણ કરવા ઈચ્છત નથી, કારણ કે આ સંસારસાગર દુસ્તર છે, સંસારમાં ભમતાં આ જીવે ઘણુવાર પાણિગ્રહણ કર્યા છે, હું તે હવે સંસારનું ઉન્મેલન કરવા ઈચ્છું છું. સ્ત્રી-એ સંસારરૂપ વૃક્ષનું મૂળ છે, મારે સંસારની સ્થિતિ સાથે કાંઈ પણ પ્રયજન નથી. આ પ્રમાણે સાંભળીને અશ્વસેનરાજ બોલ્યા કે –“હે વત્સ! તારું આવું મન છે, છતાં એકવાર અમારા મને રથને પૂર્ણ કર. પૂર્વના જિનેશ્વરે પણ પ્રથમ સંસાર ભેગવીને પછી તપસ્યા (દીક્ષા) સ્વીકારી સિદ્ધ થયા છે, માટે તું પણ પાણિગ્રહણ કરી સંસારસુખ જોગવીને પછી સ્વાર્થ સાધજે.” આ પ્રમાણે કહેવાથી તાતવચનને અલંઘનીય જાણીને સ્વામીએ તે વચન માન્ય રાખ્યું, એટલે તે દિવસથી વિવાહમાત્સવનો પ્રારંભ થયે. પ્રતિસ્થાને ગીતગાન, નાટક, વાઘ, માંગલ્ય, દાન અને ભોજન એમ વિવિધ ઉત્સવમાં દિવસે વ્યતિત થવા લાગ્યા. વિવાહ દિવસે સુમુહૂતે પ્રભાવતીને સ્વર્ણકુંભગત જળથી સ્નાન કરાવી, ગુરૂએ આપેલ અક્ષત મસ્તકપર નાખી જેના હાથમાં ચંદન, અક્ષત અને દુવોદિક છે એવી કુળસ્ત્રીઓએ દિવ્ય વસ્ત્રો અને વિવિધ આભરણેથી તેને અલંકૃત કરી. પાર્શ્વકુમાર પણે સુમુહુર્ત તથા સુલગ્ન સપરિવાર વેત હસ્તી ઉપર બેસી, મંગળ, સચ્છત્ર અને ચામરોથી શોભાયમાન, અનેક રાજાઓથી પરિવેષ્ટિત, સૂર્યનાદથી ગતિ અને પુરપ્રમદાઓથી દશ્યમાન સતા લીલાપૂર્વક વિવાહમંડપે આવ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust