________________ વસુરાજાની કથા. . રકદંબક ઉપાધ્યાયની પાસે નિરંતર શાસ્ત્રાભ્યાસ કરતા હતા. તે ત્રણે ગુરૂભક્તિમાં મશગુલ હતા. કહ્યું છે કે - એક અક્ષર આપનારને પણ જે ગુરૂ તરીકે ન માને, તે શ્વાનની નિમાં શતવાર - ત્પન્ન થઈને ચાંડાળકુળમાં જન્મ પામે છે. જે ગુરૂ એક અક્ષર પણ ભણાવે, તેમને જગતમાં એવી એકે વસ્તુ નથી કે જે આપીને ત્રણમુક્ત થવાય.”તે ત્રણે નાના પ્રકારના પાંડિત્યશાસ્ત્ર શીખતા હતા. શાસ્ત્રાભ્યાસ કરવાથી પુરૂષ સર્વ સમીહિતને પ્રાપ્ત કરે છે. કારણું કે –“વિદ્યા એ પુરૂષનું અધિક રૂપ છે, તે પ્રચ્છન્ન અને ગુપ્ત ધન છે, વિદ્યા, ભેગ, યશ અને સુખને આપે છે, તે ગુરૂની પણ ગુરૂ છે, વિદેશગમનમાં તે બંધુસમાન છે, તે પરમ દેવતા છે, રાજાઓમાં તે પૂજાયેલી છે, પણ ધન પૂજાયેલું નથી, માટે વિદ્યાહીન પુરૂષ તે પશુ સમાન છે. અહીં ઉપાધ્યાય તેમને આદરપૂર્વક ભણાવતા હતા. એકદા રાત્રે અગાશી પર બેઠેલા ગુરૂ જાગતા હતા અને શ્રમના વશથી ત્રણે શિષ્યને ભણતાં ભણતાં ક્ષણભર નિદ્રા આવી ગઈ હતી. એવામાં આકાશમાં જતાં બે ચારણશ્રમણ મુનિ તેમને જોઈને પરસ્પર કહેવા લાગ્યા કે - આ ત્રણ છાત્રામાં એક મેક્ષગામી છે અને બીજા બે નરકગામી ." આ પ્રમાણે સાંભળીને ક્ષીરકદંબક ઉપાધ્યાય તરત પ્લાન મુખવાળા થઈને વિચારવા લાગ્યા કે આ વચન ખરેખર દુઃશ્રવ છે, મને ધિક્કાર છે કે હું અધ્યાપક છતાં મારા શિષ્ય નરકે જાય, પરંતુ આ કેઈ પણ જ્ઞાનીનું વચન હોવાથી તે અસત્ય થાય એમ લાગતું નથી. તે પણ નરકે કેણુ જશે અને મેક્ષે કોણ જશે તેની પરીક્ષા તે કરવી જોઈએ.” પછી તે જાણવાને માટે પ્રભાતે ગુરૂએ ત્રણેને પોતાની પાસે બોલાવ્યા અને તેમને એક એક લોટને કુકડે આપીને કહ્યું કે - જ્યાં કેઈ ન જુએ ત્યાં એને મારી નાખવો.” આ પ્રમાણેનું ગુરૂનું વચન સાંભળીને વસુ અને પર્વત તો પોતપોતાને આપેલ કુકડો લઈને શૂન્ય પ્રદેશમાં ગયા, અને ત્યાં તેમણે તેને મારી નાખે. નારદ તે કુકડે લઈને નગરની બહાર નિર્જન પ્રદેશમાં જઈ સ્થિર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust