________________ એક ભિક્ષુક. કઠેર વચનનું આવું કનિષ્ટ ફળ જાણીને આક્રોશ કરવા વિગેરેનું પ્રયત્નથી વજનજ કરવું. કારણકે વચન અને કાયાથી કરેલ હિંસા તે દૂર રહે, પરંતુ મનથી ચિંતવેલ હિંસા પણ પોતાના જીવને વિઘાત કરનારી અને નરકનાં દુઃખ આપનારી થાય છે. તે આ પ્રમાણે - પૂર્વે કઈ રંક ભિક્ષુક વૈભારગિરિના ઉદ્યાનમાં ઉજાણું આવેલા લેક પાસે ભિક્ષા માગવા ગયે. પણ તેના કર્મષથી તેને શિક્ષા ન મળી, તેથી તે અંતરમાં વિચારવા લાગ્યું કે:-અહે! ભક્ષ્યજ્ય પુષ્કળ છતાં પણ આ લેકે મને ભિક્ષા આપતા નથી, માટે હું આ સર્વને ઘાત કરું. ( સર્વને મારી નાખું.) એ પ્રમાણે રૌદ્રધ્યાનવડે ચિંતવીને પર્વત પર ચડી નિર્દયપણુથી એક મોટી શિલા મૂળમાંથી ઉપાડીને ગબડાવી. તે મેટી શિલા નીચે આવતાં ઘણા લોકો તેની નીચે કચરાઈ ગયા અને તે ભિક્ષુક પણ ચૂર્ણ થઈ ગયે. ભિક્ષુક મરણ પામીને નરકે ગયે. (અન્યત્ર તે શિલા નીચે ભિક્ષુકજ દબાઈ ગયે એમ કહ્યું છે.) એ કારણ માટે મન, વચન અને કાયાથી જીવહિંસાને ત્યાગ કરે. (જુઓ! મનથી ચિંતવેલ પાપ પણ તે ભિક્ષુકને નર્કગમન માટે થયું.) એ પ્રમાણે જીવહિંસાના ત્યાગરૂપ પહેલા અણુવ્રતના સંબંધ માં વ્યાખ્યાન આપીને ગુરૂ આગળ બીજા વ્રત સંબંધી કહેવા લાગ્યા. - બીજું અણુવ્રત મૃષાવાદવિરમણ નામનું છે. તેના પાંચ અતિચારે વર્જવા ચગ્ય છેમિથ્યા ઉપદેશ, સહસાકારે આળ દેવું, ગુહ્ય કથન, વિશ્વસ્ત જનને છુપ ભેદ પ્રગટ કરવું અને કૂટ લેખ લખવો–એ સત્યવ્રતના પાંચ અતિચાર છે.” સત્ય વચનથી દેવતાઓ પણ સહાયતા કરે છે. કહ્યું છે કે - સત્યના પ્રભાવથી નદી નીરપૂર્ણ થઈને વહે છે, અગ્નિ શાંત થાય છે, સિંહ, હાથી અને મહાસર્પ-એ સત્યવ્રતીએ કરેલી રેખા (લીંટી) ને ઓળંગવા સમર્થ થતા નથી, વિષ, ભૂત કે મહાઆયુધ પણ તેના પર ચાલી શકતા નથી; વધારે શું કહેવું? પણ સત્યાસક્ત જનથી દૈવ પણ દૂર થઈ જાય છે. જે 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust