________________ 187 આ ભવ. चतुर्थ सर्ग. શ્રી સંઘના નાયક તથા શ્રી સંઘને હર્ષ ઉત્પન્ન કરનાર એવા શ્રી પાર્શ્વનાથ દેવને પ્રણામ કરીને સુધને અર્થે શ્રી પાર્ધચરિત્રને સુગમ એવો ચતુર્થ સર્ગ કહું છું. ' ' આ જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં દેવપુર સમાન સુરપુર નામે નગર છે. તે બાર એજન લાંબું અને નવ જન વિસ્તૃત છે. તે નગરમાં પાપસંહારમાં નિર્દય, સ્વજીવિતમાં દાક્ષિણ્ય રહિત, યશમાં લુબ્ધ અને દોષથી ભીરૂ એવા સજજન પુરૂ વસે છે. તે નગરમાં ઉજવળ યશથી પૂર્ણ ચંદ્રની જેમ દિશાઓના મુખને ઉજ્વળ કરનાર, અકલંક, દઢ, શુદ્ધ, ગુણના પરિવારે યુકત, ભુવનત્રયમાં રહેલા સર્વ રાજાઓમાં મુગટ સમાન, પવનને વૃક્ષોની જેમ ચાતુર્ય, ઔદાર્ય, ગાંભીર્ય, અને ધૈર્ય પ્રમુખ શુભ ગુણોને આશ્રયરૂપ વજબાહ નામે રાજા રાજય કરતો હતે. તે રાજાને રૂપ, લાવણ્ય, માધુર્ય, ચારૂ ચાતુર્ય, લજજા અને વિનયાદિ ગુણોથી વિભૂષિત એવી નામથી અને રૂપથી સુદર્શન ( રમ્ય દર્શન–દેખાવવાળી) નામે પટરાણી હતી. અન્ય પ્રેમરસથી સંલગ્ન એવા તે દંપતી પં. દ્રિય સંબંધી સુખગ ભોગવતા હતા. - વજાનાભને જીવ મધ્ય રૈવેયકથી આવી સુદર્શનાની કુક્ષિરૂપ છીપમાં ખેતીની જેમ અવતર્યો, એટલે શય્યાસ્થિત રાણીએ મધ્યરાત્રે ચક્રવતીના જન્મને સુચવનારા ચૅદ મહાસ્વને જોયાં. પ્રભાતે સ્વપ્નવિચારને જાણનારા એવા સ્વપ્નપાઠકએ સ્વપ્નને વિચાર કરીને કહ્યું કે:-“હે નરેંદ્ર ! તમારે પુત્ર છ ખંડને અધિપતિ ચક્રવતી થશે. તે સાંભળીને હર્ષિત થયેલી રાણું આ નંદમાં કાળ વ્યતીત કરવા લાગી. ગર્ભસ્થિતિ પૂર્ણ થતાં : પૂર્વ દિશા જેમ દિવાકરને જન્મ આપે તેમ રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. એટલે રાજાએ મોટા મહોત્સવપૂર્વક જન્મત્સવ કરીને સુવર્ણબાહુ એવું તેનું નામ રાખ્યું. એક ઉત્સગથી બીજા ઉ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust