________________ ૧૯ર શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર શી લાખ હાથી, રાશી લાખ અવે, છનુ કરેડ ગામ-એ પ્રમાણે સમસ્ત ચક્રવર્તીની વિભૂતિથી વિજ્યવંત એવા સુવર્ણ બાહચકીએ. ચિરકાળ વિજ્યાવનિનું પાલન કર્યું. તેમ કરતાં તેને ઘણુ લક્ષપૂર્વ વ્યતીત થઈ ગયા. એકદા પિતાના ભાગ્યની જેમ ઉત્તુંગ પ્રાસાદપર બેઠેલા તેણે આકાશમાં દેને જોયા. અને તેમના મુખથી જગન્નાથ તીર્થકરનું આગમન સાંભળ્યું, એટલે વેતપક્ષ (શુક્લપક્ષ) ના સમુદ્રની જેમ રાજા પરમ ઉલાસ પામ્યો. તેણે વિચાર કર્યો કે –“અહે ! તેજ દેશ અને તેજ નગર ધન્ય છે કે જ્યાં ભગવંતનું આગમન થાય છે. વળી તેજ દિવસ સારા લક્ષણવાળે અને ધન્ય છે કે જે દિવસે પ્રભુના દર્શન અને વંદન થાય છે. એ પ્રમાણે ભાવના ભાવતા ચકી જિનેંદ્રને વંદન કરવા ગયા. ત્યાં ઉપાહૂ (મેજડી), ખગ્ન, મુગટ, છત્ર, અને ચામર–એ પાંચ રાજચિન્હને દૂર મૂકી તેણે જિનેશ્વરને વંદન કર્યું. પછી યથાસ્થાને બેસીને જિનવદનરૂપ મેઘથી પ્રગટ થયેલ દેશનારૂપ જળનું તે આ પ્રમાણે પાન કરવા લાગે - “સમ્યકત્વ, સામાયિક, સંતોષ, સંયમ અને સઝાયએ પાંચ સકાર જેને હોય, તેને અલ્પ સંસાર સમજવો. તેમાં પ્રથમ - નિરતિચાર સમ્યકત્વ પાળવાનું છે, અને મિથ્યાત્વનો સર્વ પ્રકારે ત્યાગ કરવાનો છે. તે મિથ્યાત્વ લૈકિક અને લોકેત્તર–એમ બે પ્રકારે છે. તે બંનેના પણ બે બે પ્રકાર છે–દેવસંબંધી અને ગુરૂસંબંધી. તે આ પ્રમાણે - 1 હરિ, હર, બ્રહ્માદિકનાં ભવનમાં ગમન અને તેમને પ્રણામ કે પૂજાદિ કરવા. 2 કાર્યના આરંભમાં કે હાટમાં પ્રવેશ કરતી વખતે લાભને માટે ગણપતિ વિગેરેનું નામ લેવું. 3 ચંદ્ર અને રેહિ ના ગીતગાન કરવાં. 4 વિવાહમાં ગણપતિની સ્થાપના કરવી. 5 પુત્રજન્માદિમાં છઠ્ઠીના દિવસે ષષ્ઠીદેવતાનું પૂજન વિગેરે કરવું. 6 વિવાહમાં માતૃકાઓની સ્થાપના કરવી. 7 ચંડિકા વિગેરેની માનતા કરવી. 8 તુલા (તે તલા માતાદિ) રાશિગ્રહોનું પૂજન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tru