________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. - ર અતિ ગજેરા પુર નામના નગરમાં રહેલા છ ખંડન અધિપતિ સુવર્ણબાહુ નામન ચકવતી એમને પતિ થશે.” એમ સાંભળીને ગજરૂપે તમારૂં હરણ કરાવી હું તમને અહીં લાવ્યો છું, માટે તમે તેનું પાણિગ્રહણ કરે.” પછી સુવર્ણ બાહુએ તેમનું પાણિગ્રહણ કર્યું. ત્યાં બીજા વિદ્યાધરેએ પણ તેને પોતાની પુત્રીઓ પરણાવી, તથા દક્ષિણશ્રેણિના સ્વામી રનર્ડ વિદ્યાધર રાજાએ પણ પોતાની પુત્રી પરણાવી, અને ત્યાંના બીજા વિદ્યાધરોએ પણ પોતાની ઘણી કન્યાઓ આપી. ત્યાં સુવર્ણબાહ એકંદર પાંચ હજાર કન્યાઓ પર. કહ્યું છે કે -- "गुणैः स्थानच्युतस्यापि, जायते महिमा महान् / અઘિ અછું તો તુવું, શનૈઃ શિર ધાતે છે” સ્થાનભ્રષ્ટ થયા છતાં પણ ગુણોને લીધે વસ્તુને મહિમા કાયમ જ રહે છે, કારણ કે વૃક્ષપરથી ભ્રષ્ટ થયા છતાં પણ પુષ્પને લેક શિરપર ધારણ કરે છે.” પછી સૈભાગ્ય, ભાગ્ય અને ભેગની ભૂમિરૂપ સુવર્ણબાહુ રાજા પદ્માવતી વિગેરે સમસ્ત પત્નીઓ સહિત બહુ વિદ્યાધરોના પરિ વારથી પરિવૃત્ત થઈ પોતાના નગરમાં આવ્યું. વિધિપૂર્વક પૃથ્વીનું પાલન કરતાં તે નરેંદ્રને અનુક્રમે ચૅદ મહારને પ્રાપ્ત થયા તે આ પ્રમાણે:-ચક્ર, ચ, છત્ર, દંડ, ખડ્ઝ, કાકિણીરત્ન, મણિ, ગજ, અશ્વ, ગ્રહપતિ, સેનાપતિ, પુરોહિત, વાઈકી અને સ્ત્રી.” આ રને ઉત્પન્ન થતાં રાજાએ મહા ઉત્સાહપૂર્વક તેને અઠ્ઠાઇમહત્સવ કર્યો, એટલે તે રાજા ચક્રવતી કહેવાવા લાગ્યા. એકદા આયુધશાળામાંથી ચક્રરત્ન પૂર્વ દિશા તરફ ચાલ્યું, એટલે ચક્રવત્તી સૈન્ય સહિત તેની પાછળ દિગ્વિજય કરવા નીકળે. અનુક્રમે આગળ જતાં સમુદ્ર કિનારે માગધ તીર્થ આગળ આવી અષ્ટમ તપ કરી માગધતીર્થેશ્વર તરફ તેણે બાણ છોડયું. સભામાં બેઠેલા માગધેશ્વરે પોતાની સમક્ષ પડેલા બાણને જોઈને અરે ! કયા બિચારાપર આજે યમને કેપ થયો છે કે જેણે મારી ઉપર બાણ મૂક્યું ?" એમ બોલતાં રોષપૂર્વક તે બાણ તેણે ગ્રહણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust