________________ આઠમો નવમો ભવ. 197 એકદા સુવર્ણબાહુ મુનીશ્વર વિહાર કરતા ક્ષીરગિરિ પાસે એક મહા અટવીમાં પ્રતિમાને રહ્યા. હવે કમઠને જીવ કુરંગક ભિલ્લુ નરકમાંથી નીકળીને તેજ પર્વતપર સિંહ થયે. તે સિંહ અટવીમાં ભમતાં ત્યાં આવ્યું. એવામાં યમના જેવા ભયંકર એવા તેણે દૂરથી તે મહર્ષિને જોયા. એટલે પૂર્વના વૈરને લીધે પૃથ્વી પર પુચ્છને પછાડતો તે સિંહ મુખ પ્રસારીને દ. તે વખતે તેણે કરેલા બૂત્કારના પ્રતિશબ્દથી પર્વત ગાજી ઉઠશે. પછી રિદ્રધ્યાની એવા મૃગેન્દ્ર શુકલધ્યાનસ્થ તે મહામુનીશ્વરને ચપેટે માર્યો, એટલે મુનીશ્વરે વિશેષ શુક્લધ્યાનને વધારતાં, તેને અપ્રતિમ અતિથિ ગણતાં, રાગ દ્વેષથી રહિત થઈ સમ્યફ આલોચના કરી, સર્વ પ્રાણુઓને ખમાવી, ઈક્ષુરસની જેવા શ્રેષ્ઠ ધર્મરસને ગ્રહણ કરી, કૂર્ચક (કૂચાની જેમ આ અસાર દેહનો ત્યાગ કર્યો, અને સિંહથી વિદીર્ણ થતાં મરણ પામીને દશમાં પ્રાણુત નામના દેવલોકમાં મહાપ્રભ નામના વિમાનમાં વીશ સાગરોપમના આયુષ્યથી સર્વોત્તમ દેવ થયા. ત્યાં અધિક અધિક સુખ ભેગવવા લાગ્યા. પાપીષ્ઠ સિંહ મરણ પામીને ચોથી પંકપ્રભા નરક પ્રવીમાં નારકી થયે. ત્યાં તીવ્ર વેદના સહન કરવા લાગ્યા. કારણ કે –“નરકમાં દશ પ્રકારની તે ક્ષેત્ર વેદના હોય છે. શીત, ઉષ્ણ, ક્ષુધા, પિપાસા, કંડુ, ભય, શેક, પરવશતા, જ્વર અને વ્યાધિ.” ત્યાંથી નીકળીને વિવિધ તિર્યંચ યોનિમાં ભમતાં સર્વત્ર અતિ દુઃશ્રવ એવું તે દુ:ખ પામ્યો. “ૌમાતૂરા, સધાય पार्श्वनाथो जिनो जीया-द् भव्यानां भवतारकः"॥ ॥इति श्रीतपागच्छे श्रीजगच्चंद्रसूरिपट्टपरंपरालंकार श्रीहेमविमलमूरि- संतानीयगच्छाधिराजश्रीपूज्यश्रीहेमसोमसूरिविजयराज्ये पूज्याराध्यपंडितश्रीसंघवीरगणिशिष्य पंडित उदयवीरगणिविरचिते श्रीपार्श्वनाथगद्यबंधे लघुचरित्रे अष्टम नवम भववर्णनो नाम चतुर्थः सर्गः॥ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust