________________ 200 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. યા ચક્રવતી ગર્ભમાં આવે ત્યારે તેની માતા જુએ છે. વામાદેવીએ તે ચૅદ મહાસ્વપ્ન જોયા છે તેથી તેના પ્રભાવથી તેમને પુત્ર થશે, અને તે તીર્થકર વા ચકવરી થશે.” આ પ્રમાણે સાંભળીને રાજા પ્રમુદિત થયે. પછી રાજાએ તેમને સત્કાર કરી બહુ દ્રવ્ય અને વસ્ત્રાદિ આપીને વિસર્જન કર્યા પછી રાણુ હર્ષિત થઈને ગર્ભ ધારણ કરવા લાગી. પ્રવર્ધમાન ગર્ભના અનુભાવથી રાજાની રાજ્યલક્ષ્મીને કુબેરના આદેશથી દેવતાઓ વધારવા લાગ્યા. પુષ્કળ વાપરતાં પણ તે લક્ષ્મીમાં ન્યૂનતા આવતી નહિ. કિંકરીની જેમ દેવીએ વામાદેવીનું સર્વ સમીહિત પૂરવા લાગી. એ પ્રમાણે સુખપૂર્વક ગર્ભને ધારણ કરતાં વામાદેવીએ અનુક્રમે વિશાખાનક્ષત્રમાં પોષ માસની કૃષ્ણ દશમીના દિવસે ત્રણે ભુવનમાં ઉધત કરનાર, સર્ષના લાંછનયુક્ત અને નીલરત્નના જેવી નીલ (કૃષ્ણ) કાંતિવાળા પુત્રરત્નને જન્મ આપે. તે વખતે આકાશમાં દુંદુભિનાદ થયે, દિશાઓનાં મુખ પ્રસન્ન થયા, નારક જીવોને પણ એક ક્ષણભર સુખ થયું, વાયુ પણ સુખપર્શયુક્ત મંદ મંદ વાવા લાગ્યા, પૃથ્વીકાયાદિ એકેદ્રિયે પણ મુદિત થયા અને ત્રણે ભુવનમાં ઉદ્યત થયે. તે વખતે તત્કાળ દિક્કમારીઓનાં આસન ચલાયમાન થયા, એટલે અવધિજ્ઞાનથી પ્રભુનો જન્મ થયેલે જાણીને તે નૃત્ય કરવા લાગી અને અનુક્રમે તે સ્વસ્થાનથી સૂતિકા સ્થાને આવી. પ્રથમ ભેગકરા, ભગવતી, સુભેગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પ માલા અને અનિંદિતા–એ આઠ દિકકુમારીઓ મેરૂરૂચકના અધે ભાગમાં રહેનારી ત્યાં આવીને જિનેશ્વર તથા જિનમાતાને નમસ્કાર કરી આ પ્રમાણે કહેવા લાગી કે - “હે જગન્માત! હે જગતને દીપક આપનારી! તમને નમસ્કાર થાઓ. અધોલોકમાં વસનારી અમે દિકુમારીઓ જિનેશ્વરને જન્મોત્સવ કરવા આવી છીએ, માટે તમારે બીવું નહિ.” એમ કહી સંવર્તક પવન વિકવીને એક જનપ્રમાણ ભૂમિ શુદ્ધ કરી એટલે વાયુવડે ભૂમિને સ્વરછ કરીને તે જિનેશ્વર પાસે બેસીને ગાવા લાગી. પછી મેઘંકરા, મેઘવતી, સુમેઘા, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust