________________ - - - - જન્મમહોત્સવ. 201 મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિણ અને બલાહકા-એ ઉર્ધ્વલોકમાં વસનારી આઠ દિકકુમારીઓએ મેઘ વિમુવીને એક જન પ્રમાણ પૃથ્વી સીંચી અને પુષ્પવૃષ્ટિ કરી. પછી જિનેશ્વર તથા જિનમાતાને નમન કરીને તે નાનાવિધ ધવળગીત ગાવા લાગી. પછી નંદેત્તરા, નંદા, સુનંદા, નંદિવધિની, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિકા–એ આઠ દિકકુમારીઓ પૂર્વ રૂચકથી ત્યાં આવીને જિનેશ્વર તથા જિનજનનીને નમસ્કાર કરી હાથમાં દર્પણ લઈને ઉભી રહી. પછી સમાહારા, સુખદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા–એ આઠ દિકકુમારીએ દક્ષિણ રૂચકથી ત્યાં આવી જિનેશ્વર અને જિનમાતાને નમસ્કાર કરી હાથમાં કળશ લઈને ઉભી રહી. પછી ઇલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા, અને સીતાએ આઠ દિકુમારીઓ પશ્ચિમ રૂચકથી આવી જિનેશ્વર તથા જિનમાતાને નમન કરી હાથમાં પંખા લઈને ઉભી રહી. પછી અલંબુસા, અમિતકેશી, પુંડરીકા, વારૂણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને હી–એ આઠ દિકુમારીએ ઉત્તર રૂકથી આવી હાથમાં ચામર લઈને ઉભી રહી. પછી વિચિત્રા, ચિત્રકનકા, તારા અને સદામિની-એ ચાર દિકુમારીઓ વિદિશામાં રહેલા રૂચક પર્વતથી આવીને દીપક હાથમાં લઈને ઉભી રહી. પછી રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી એ ચાર દિકુમારીઓ રૂચકદ્વીપથી આવી જિનેશ્વરના નાભિનાળને ચાર અંગુળ ઉપરાંતનું છેદી ભૂમિમાં વિવર કરીને સ્થાપન કર્યું. પછી રત્ન, માણિક અને મક્તિકથી તે વિવર પૂરીને તે ઉપર પીઠિકાબંધ કર્યો. પછી સૂતિકાગ્રહથી પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં ત્રણ કદલીગ્રહ તેમણે બેનાવ્યા. પ્રથમ દક્ષિણના કદલીગૃહમાં જિન તથા જિનમાતાને લઈ જઈ રત્ન સિંહાસન પર બિરાજમાન કર્યા, અને તૈલથી મર્દન કરી ઉદ્વર્તન કર્યું. પછી તેમને પૂર્વ કદલીગ્રહમાં લઈ જઈ મણિપીઠ પર બેસારી સુગંધી જળથી સ્નાન કરાવ્યું અને દિવ્ય વસ્ત્રાલંકારથી શ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust