________________ - - A . દશમે છેલ્લે) ભવ, 19 વારાણસી નામે નગરી છે. જ્યાં સ્ફટિકની હવેલીઓ પ્રસરતા અગરૂના પૂમથી જેના તટ પર વાદળો સંચાર કરી રહ્યા છે એવા કૈલાશ પર્વતની જેવી શોભે છે, જ્યાં અનેક પ્રાસાદના ઉંચા શિખરે પર રહેલી ધ્વજાઓ જાણે માણસને સદા બોલાવતી હોય, * અને ધનદ શ્રીમંત જાણે સ્વર્ગથી આવેલા દેવતા હોય એવા શોભે છે. તે નગરીમાં ઈવાકુ વંશમાં ઉત્પન્ન થયેલા અને વિશ્વવિખ્યાત એવા અશ્વસેન નામે રાજા રાજ્ય કરતાં હતા. દાન અને શૌર્યના ગુણથી ઉત્પન્ન થયેલ તેની કીર્તિ દશે દિશામાં વિસ્તાર પામી હતી. કારણકે:-“ભુવનમાં લક્ષ્મી, મુખમાં ભારતી, ભુજામાં વસુધા અને હૃદયમાં ધર્મબુદ્ધિ-આવીને રહેલી હોવાથી જાણે રેષ પામી હેય તેમ તેની કીર્તિ બહુ દૂર ચાલી ગઈ હતી.” તે રાજા યુદ્ધમાં પ્રતાપી (રવિ), નમ્ર પર સામ્ય (સોમ), દુષ્ટ પર વક (મંગળ), શાસ્ત્રમાં કુશળ (બુધ), વાણીમાં બૃહસ્પતિ (ગુરૂ), નીતિમાં કવિ (શુક્ર) અને મંદમાં મંદ (શનિ) હતા. તેને સુંદરીજમાં મુગટ સમાન, પવિત્ર આચારવાળી, સુરૂપવતી, શીલ અલંકારથી સુશોભિત અને પવિત્ર પુણ્યના પાત્રરૂપ વામાદેવી નામે પટરાણી હતી. દેવલીલાની જેમ રાજલીલાથી પંચેંદ્રિયના વિષયસુખ ભેગવતાં તે દંપતી કાળ નિર્ગમન કરતા હતા. - હવે પ્રાણુતદેવલોકમાં ઉત્તમ દેવદ્ધિ ભેળવીને સુવર્ણબાહને જીવ વિશાખા નક્ષત્રની કૃષ્ણ ચતુર્થીના દિવસે દેવલોકથી વીને મધ્ય રાત્રે વામાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે વખતે વામાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ચોદ મહાસ્વપ્ન જોયાં. તે આ પ્રમાણે –ગજે, વૃષભ, સિંહ, લક્ષ્મી, માળા, ચંદ્ર,સૂર્ય, વજ, કુંભ, સરોવર, સમુદ્ર, વિમાન, રત્નરાશિ અને અગ્નિ. એ પ્રમાણે સ્વને જોઈને જાગ્રત થઈ રાણીએ સ્વપ્નદર્શનની વાત રાજાને કહી. રાજાએ મુદિત થઈ પ્રભાતે સ્વપ્નદર્શનને વૃત્તાંત સ્વપ્ન પાઠકોને બોલાવીને કહ્યો, એટલે તેમણે વિચારીને કહ્યું કે –“હે દેવ! અમારા શાસ્ત્રમાં બહેતર સ્વને કહ્યાં છે. તેમાં ત્રીશ મહાસ્વને છે. તેમાંના એ ચૅદ મહાસ્વને તીર્થંકર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust