________________ 202 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ણગારીને ઉત્તરના કદલીગ્રહમાં રત્ન સિંહાસન પર બેસાર્યા. ત્યાં અને રણિકાષ્ઠથી અગ્નિ ઉત્પન્ન કરી ગાશીષચંદનને દગ્ધ કરી તેની બે રક્ષા પોટલી બનાવી બંનેના હાથ પર બાંધી. પછી ત્યાં જિનેશ્વરના ગુણગાન કરી તમે ચિરાયુષ્માન થાઓ.” એમ કહી પાષાણુના બે ગળા પરસ્પર અથડાવ્યા, અને પુન: વામાદેવીને તથા પ્રભુને પૂર્વ શય્યાપર મૂકી ગીતગાન કરી જિનેશ્વરને નમીને સ્વસ્થાને ગઈ. એ અવસરે સ્વર્ગમાં ઈદ્રનાં આસન કંપાયમાન થયા એટલે અવધિજ્ઞાનથી જિનેશ્વરનો જન્મ થયેલ જાણી શકેદ્ર સાત આઠ પગલાં તેમની સન્મુખ જઈને વિધિપૂર્વક પ્રણામ કરી શકસ્તવથી પ્રભુને સ્તવ્યા. પછી શકે હરિણગમેલી દેવને આદેશ કરી સુષાબંટાથી દેવતાઓને તીર્થકરનું જન્મકૃત્ય જણાવ્યું. એટલે સવે દેવતાઓ ત્યાં એકત્ર થયા. ઈદ્રની આજ્ઞાથી પાલક નામના દેવે પાલકનામનું વિમાન વિકુવ્યું એટલે તે વિમાનમાં બેસી દેવોથી પરવરેલો શક નંદીશ્વરદ્વીપે આવ્યું. ત્યાં લાખ જનના પ્રમાણુવાળું તે વિમાન સંક્ષેપીને જિનેશ્વરના જન્મ હે આવ્યા. ત્યાં જિનેંદ્ર અને જિનમાતાને નમસ્કાર કરીને તે આ પ્રમાણે કહેવા લાગ્ય:-“હે રત્નધારિણિ! હે શુભ લક્ષણવાળી જગન્માતા ! તમને નમસ્કાર થાઓ, કે જેમણે ત્રિભુવનમાં ધર્મમાર્ગના પ્રકાશક અને દિવ્ય રત્નના પ્રદીપરૂપ એવા આ જિનેશ્વર ભગવંતને જન્મ આપ્યો છે. હું શકું છું અને જિનને જન્મોત્સવ કરવા આવ્યો છું, માટે મારાથી ભીતિ ન લાવશે.” એમ કહી તેમને અવસ્થાપિની નિદ્રા આપી જિનનું પ્રતિબિંબ તેમની પાસે મૂકી શકે પાંચ રૂપ ધારણ કર્યો. એક રૂપથી અંજળીમાં જિનને ધારણ કર્યો, બે રૂપથી બે બાજુ ચામર વીંજવા લાગ્યો, એક રૂપથી પ્રભુ પર છત્ર ધારણ કર્યું અને એક રૂપથી આગળ વા ઉલાળતો ચાલે. એ પ્રમાણે પ્રભુને લઈને શકેંદ્ર દેવોથી પરિવૃત્ત થઈ આકાશમાગે સત્વર મેરૂ પર્વત પર આવ્યું. ત્યાં પાંડુક વનમાં પાંડુકબલા નામે શિલાપર જિનના નાત્રને એગ્ય એવા દિવ્ય રત્ન સિંહાસન પર પ્રભુને ઉસંગમાં લઈ હર્ષનિર્ભર એ વાસવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust