________________ 198 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર पंचम सर्ग. ચિદાનંદરૂપ, સદા પ્રમોદદાયક અને દેવાધિદેવ એવા શ્રી પાર્શ્વનાથને નમસ્કાર કરીને સંત જનને સંમત એવો પંચમ સર્ગ હું ગઘબંધ રચું છું. પેલો સિંહને જીવ નરક અને તિર્યચનિના વિવિધ દુ:ખોને. સહન કરતો કે ઈ સંનિવેશમાં દરિદ્ર બ્રાહ્મણને પુત્ર થયે. કર્મવશાત્ બાલ્યવયમાં જ તેના માબાપ અને બાંધવો ગુજરી ગયા, એટલે તે રંકને લોકોએ જીવાડ્યો. તે કમઠ એવા નામથી અનુક્રમે વન વય પામ્યો. ઘરે ઘરે ભમતાં છતાં ભિક્ષાભેજન પણ તેને મહા મુશ્કેલીથી મળી શકતું. એ રીતે તે અતિ દુઃખી થયે. પારકી સમૃદ્ધિ જોઈને તે ખેદ પામતે અને વિચારતો કેટ-કર્મીએ મને બહુ દુઃખી કર્યો. પરંતુ “બ્રહ્માને જેણે બ્રહ્માંડરૂપ ભાંડને બનાવવામાં કુલાલની જેમ નિયંત્રિત કર્યો, વિષ્ણુને જેણે દશાવતારથી સદા ગહન એવા સંકટમાં નાખ્યા, રૂદ્રને જેણે પરી હાથમાં લઈ ભિક્ષાટન કરાવ્યું અને સૂર્યને જે સદા ગગનમાં ભ્રમણ કરાવે છે–તે કર્મને નમસ્કાર થાઓ.” એકદા તેણે રત્ન અને સુર્વણલંકારથી ભૂષિત એવા શ્રીમંત જનેને જોઈને તત્કાળ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી આ પ્રમાણે વિચાર કર્યો કે:-“આ પુણ્યવંતે હજારેને મદદ આપનાર અને દેવની જેમ દિવ્ય વસ્ત્ર ધારણ કરનાર છે અને હું પોતાના ઉદરને પૂરવા પણ અસમર્થ છું. કહ્યું છે કે કેટલાક હજારેને નિભાવે છે, કેટલાક લાખને પાળે છે અને કેટલાક પુરૂષે પિતાના ઉદરને પણ પિષી શકતા નથી–એ સાક્ષાત્ સુકૃત અને દુષ્કૃતનું જ ફળ છે.” માટે હવે તપસ્યા કરું, અને એની જે થાઉં.” એમ વિચારીને ખેદથી કમઠે તાપસી દીક્ષા અંગીકાર કરી. પછી તે તપ તપવા લાગ્યો અને કંદમૂળ ફળાદિનું ભક્ષણ કરી પંચાગ્નિ તપ વિગેરે સાધવા લાગ્યું. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સાક્ષાત્ સ્વર્ગપુરી સમાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrust