________________ આઠમે ભવ. 191 કર્યું, પરંતુ તેની ઉપર ચક્રવત્તીનું નામ વાંચતાં તે શાંત થઈ ગયે. પછી હાથમાં નજરાણું લઈ ચકવતી પાસે આવી નમસ્કાર કરીને તે બોલ્યા કે –“હું આપનો સેવક છું.” એટલે ચકીએ સત્કારપૂર્વક તેને વિસર્જન કરી પારણું કરીને અઠ્ઠામહોત્સવ કર્યો. આ ચકવતીને વિધિજ છે. એ પ્રમાણે સર્વત્ર અષ્ઠમ તપ કરી બાણ છોડીને અધિષ્ઠાયિક દેવને તેણે વશ કર્યો. દક્ષિણ દિશામાં વરદામ અને પશ્ચિમમાં પ્રભાસતીર્થના દેવને વશ કર્યો, આગળ ચાલતાં સિંધુ નદીની અધિષ્ઠાયિકા દેવીને વશ કરી. પછી વૈતાઢ્ય પર્વત આગળ આવીને ત્યાં સૈન્યને સ્થાપન કર્યું, અને સેનાપતિને મોકલીને સિંધુને અપર (પશ્ચિમ) ખંડ સ્વાધીન કર્યો. પછી તમિસાગુફાના અધિપતિ અને વૈતાઢ્ય પર્વત પર રહેલા કૃતમાલ પક્ષને જીતીને દંડરનથી સેનાની પાસે તેનું દ્વાર ઉઘડાવ્યું. પછી પોતે ગોજારૂઢ થઈ બંને બાજુની ભીંતપર કાકિણીરત્નથી મંડલાવલી આળેખતાં ગુફામાં પ્રવેશ કર્યો. તે ઉતને અનુસરીને સૈન્ય પણ પાછળ ચાલ્યું. આગળ નિગ્નગા અને ઉગ્નિગા નામની બે નદીઓને સુખે સુખે ઓળંગી પચાસ એજન પ્રમાણે તે ગુફાનું ઉલ્લંઘન કરી બીજીબાજુનું દ્વાર ઉઘાડીને ચકી બહાર નીકળ્યા. ત્યાં આપાત જાતિના મ્લેચ્છ રાજાઓને જીતીને તેણે ત્રણ ખંડ સાધ્યા. પછી ક્ષુદ્રહિમવંતકુમાર દેવને વશ કરી, કાષભકૂટપર કાકિણીરત્નથી પોતાનું નામ લખી, ખંડપ્રપાત નામની ગુફા ઉઘડાવી. અને વૈતાઢ્યપર જઈને દક્ષિણ અને ઉત્તર એવી બંને શ્રેણિના તમામ વિદ્યાધરને જીતી ગંગાને પૂર્વખંડ સેનાપતિ પાસે સધાવ્યું. ગંગાદેવીને વશ કરી એટલે ત્યાં નવ'નિધાન ઉત્પન્ન થયાં. એ પ્રમાણે છ ખંડ પૃથ્વીમંડળને સ્વાધીન કરી સુવર્ણ બાહ ચક્રવત્તી પાછા પોતાના નગરમાં આવ્યા. એટલે રાજાઓ અને દેવતાઓએ મળી મુદિત થઈને અત્યંત મહત્સવપૂર્વક તીર્થજળના અભિષેકથી બારવર્ષ પર્યત તેને મહા રાજ્યાભિષેક કર્યો. બત્રીશ હજાર રાજાઓ તેના સેવક થયા, ચેસઠ હજાર રાણીઓ થઈ, ચેરા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust