________________ છો ભવ. 185 સંવેગરૂપ પુત્ર, વિવેકરૂપ પ્રધાન, વિનયરૂપ અશ્વ, આર્જવરૂપ પટ્ટહસ્તી, શીલાંગરૂપ રથ, અમદમાદિકરૂપ સેવકે, સમ્યકત્વરૂપ મહેલ, સંતોષરૂપ સિંહાસન, યશરૂપ વિસ્તૃત છત્ર અને ધર્મધ્યાન શુકલધ્યાનરૂપ બે ચામર થયા. આવા પ્રકારનું અંતરંગરાજ્ય પાળતાં ગુરૂની આજ્ઞાથી તે મુનિ એકલવિહારી અને પ્રતિમાધારી થયા. દુસ્તપ તપ તપવા લાગ્યા. તપના પ્રભાવથી તેમને ગગનગામિની લબ્ધિ પ્રાપ્ત થઈ. એકદા વિહારમાં આકાશગમન કરતાં તે સુકચ્છવિજયમાં ગયા. - હવે પેલો સર્પને જીવ નરકમાંથી નીકળીને ભવભ્રમણ કરતાં સુકચ્છવિજયમાં જ્વલનાદ્રિ પર્વત પર કુરંગક નામે ભીલ થયે. પ્રત્યક્ષ પાપના પિંડરૂપ, અગ્નિજવાળા જેવી ચક્ષુવાળે, મણી સમાન શ્યામ શરીરવાળે અને બહુ જીને સંહાર કરનાર તે મહાપાપકાર્યવડે પિતાને નિર્વાહ ચલાવતો હતો. એવામાં એકદા ભવિત વ્યતાના વશથી વજીનાભ મુનીંદ્ર તેજ જવલનાદ્રિપર રાત્રે કાર્યોત્સર્ગે રહ્યા. ત્યાં સર્વત્ર વ્યાપ્ત અંધકારમાં અતિભીષણ ઘૂવડના ધૂત્કારથી, દીપડાઓના કૃત્કારથી, શુગાલના કુત્સિત શબ્દોથી અને ભૂત વ્યંતરના અટ્ટહાસ્યથી ભય ન પામતા અને અંતરમાં અતિશય દીપ્ય. માન ધ્યાનથી પ્રકાશિત થતા એવા તે મુનિ ધર્મજાગરણ કરતા ત્યાં રહ્યા. પ્રભાતે શિકારમાં વ્યગ્ર એવા કુરંગ, ભીલે તે મુનિને જોયા. એટલે પાપરૂપ એવા અને પૂર્વભવના દ્વેષવશથી કપાયમાન થયેલા એવા તે પાપિચ્છે “અહો ! પ્રભાતેજ આ અનિષ્ટ દર્શન થયું ? એમ વિચારી તેમને બાણ મારીને જમીન પર પાડી દીધા. તે વખતે બાણના ગાઢ પ્રહારથી પીડિત થયા છતાં લેશ પણ આર્ત કે વૈદ્રધ્યાનને વશ તે મુનિ ન થયા. તે મનમાં ચિંતવવા લાગ્યા કે હે જીવ! તેંજ કરેલા પૂર્વકર્મનું ફળ સહન કર. કારણકે - " उपेक्ष्य लोष्ठक्षेप्तारं, लोष्ठं दृष्ट्वात्ति मंडलः। सिंहस्तु शरमप्रेक्ष्य, शरक्षेप्तारमीक्षते"॥ 24 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust