________________ www - 14 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર આ પ્રમાણે તપદેશ સાંભળીને કુબેર પ્રતિબંધ પામે, અને રાજા પણ પ્રતિબંધ પામે. પછી મુનિને નમસ્કાર કરીને તે બંને સ્વસ્થાને ગયા. પછી વાવીર્યરાજાએ પોતાના વજીનાભ કુમારને રાજ્યયોગ્ય જાણું તેને રાજ્ય આપી પોતાની પત્ની તથા કુબેરની સાથે દીક્ષા અંગીકાર કરી. વજીનારાજ ન્યાયથી પૃથ્વીનું પાલન કરવા લાગ્યું. તેની વિજયા નામે રાણીને ચકાયુધ નામને પુત્ર થયો. તે અનુક્રમે પવન પામ્યું, એટલે તેને યુવરાજ પદવી આપવામાં આવી. એકદા રાજા વાતાયન (ગેખ) પર બેસીને શુભ ધ્યાન ધ્યાતાં, જાતિસ્મરણ પામે, એટલે પૂર્વભવે આરાધેલ ચારિત્ર તેને યાદ આવ્યું. પછી તે સ્વબુદ્ધિથી વિચારવા લાગે કે-અહે! ભવસમુદ્રના મે જાઓ કેને ભમાવતા નથી? કેટલાક ઉત્પન્ન થાય છે, કેટલાક વિલય પામે છે, કેટલાક ગાય છે, કેટલાક રૂદન કરે છે, કેટલાક હસે છે અને કેટલાક માથે હાથ દઈ વિલાપ કરે છે. આગ લાગતાં વિશક્ષણ પુરૂષ અલ્પ વજનદાર અને બહુ કિંમતી ચીજ લઈ લે છે; તેમ આ મનુષ્યભવમાં પણ કરવાનું છે. સંસારસમુદ્રના અવગાહનમાં ચારિત્રરૂપ નાવ વિના ભવસાગર શી રીતે કરી શકાય ?" એ પ્રમાણે વૈરાગ્યરંગથી રંગિત થઈ વ્રત લેવાની ઈચ્છાથી રાજાએ મિત્રની જેમ પોતાના પુત્રને બોલાવીને સ્વાભિપ્રાય દર્શાવ્યું. એટલે ચકાયુધ બે કે “હે તાત ! હું તમારા ચરણની સેવા કરવા તત્પર છું. અત્યારે આ પ્રસંગ કે ? પશ્ચિમ અવસ્થામાં વ્રત લેવું ઉચિત છે, અત્યારે તે પ્રજાનું પાલન અને મારું લાલન કરવું એગ્ય છે.” એટલે રાજા બે કે:-“વત્સ ! પશ્ચિમ અને પ્રથમ વય કાળ કયાં જુએ છે ? માટે તું મને ધર્મમાં અંતરાય ન કર. વળી ચર્વિતને વારંવાર ચાવવાથી શું ? તેથી તે પૂર્વક માગત રાજ્યભારને ધારણ કર, કે જેથી હું તારી સહાયતા વડે સ્વાર્થ સાધક થાઉં.” એમ કહી મૈન ધરી રહેલા પુત્રને રાજ્યપર બેસારી રાજાએ ક્ષેમંકર નામના તીર્થકર પાસે દીક્ષા અંગીકાર કરી. તે વનાભમુનિએ બાહ્ય રાજ્યને ત્યાગ કરી ધર્મરૂપ અંતરંગ રાજયને સ્વીકાર કર્યો. તેને વિરતિરૂપ પત્ની, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust