________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ઉપદેશમાળામાં પણ એવા જ ભાવાર્થની એક ગાથા છે કે - શ્વાન ઢેફાંના ફેંકનારને ન જોતાં ઢેફને કરડવા જાય છે અને સિંહ બાણને ન જોતાં બાણ મારનારને પકડે છે–તેની તરફ દષ્ટિ ફેકે છે.” પછી પંચ નમસ્કારનું સ્મરણ કરીને અને સમ્યક્ પ્રકારે આલોચના કરીને મુનિએ આ પ્રમાણે અનશન કર્યું -" હું ચાર શરણને અંગીકાર કરું છું. અરિહંતશરણ, સિદ્ધશરણ, સાધુશરણ અને જિનધર્મશરણુએ ચાર શરણ મને પ્રાપ્ત થાઓ. તેમજ અઢાર પા૫સ્થાનના હું પચખાણ કરું છું. તે આ પ્રમાણેઃ-પ્રાણતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, દ્રવ્યમૂછો, કૅધ, માન, માયા, લભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ અરતિ, પરંપરિવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય-એ અઢાર પાપસ્થાનેને હું સિરાવું છું. મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક ગુરૂને નમસ્કાર કરૂં છું.” - એ પ્રમાણે એકાગ્ર મનથી શુભ ધ્યાન કરતાં સમાધિ મરણથી કાળ કરી તે મુનિને જીવ મધ્યમ વેયકમાં આનંદસાગર નામના . વિમાનમાં નિર્મળ આનંદમાં મગ્ન એ લલિતાંગ નામે દેવ થયા. ત્યાં સત્યાવીશ સાગરોપમના આયુષ્યવાળે તે દેવ વિવિધ ભેગસુખ ભેગવવા લાગ્યા. પેલે ભીલ ધનુર્ધરમાં પોતાને ઉત્તમ માનતા કેટલાક કાળ પછી મરણ પામીને તમસ્તમ:પ્રભા નામની સાતમી નરક પૃથ્વીમાં ર૭ સાગરેપમના મધ્ય આઉખે નારકી થયે. ___ गुरुश्रीहेमाविमल-तनुश्रुति विधायकः / पार्श्वनाथो जिनो वः स्ता-मनोवांछितसिद्धये // " इति श्रीतपागच्छनायकश्रीपूज्यश्रीजगच्चंद्रसरिपट्टपरंपरालंकारश्रीपूज्यहेमविमलमुरिसंतानीयश्रीहेमसोमसुरिविजयराज्ये पंडितउदयवीरगणिविरचिते श्रीपार्श्वनाथगद्यबंधलघुचरित्रे ugaHકમવાનો નામ તથા : . पावनापा P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust