________________ કુબેરનું દષ્ટાંત. આ પ્રમાણે ગુરૂમહારાજે ધર્મનું રહસ્ય કહ્યા પછી પુન: કુબેરે પૂછયું કે:-“હે ભગવન્! દેવ, ગુરૂ અને ધર્મ કોને કહીએ?” એટલે ગુરૂ આ પ્રમાણે કહેવા લાગ્યા કે:-“હે મહાભાગ! સાંભળ: રાગદ્વેષથી વિવર્જિત, મોહ-મહાલને હણનાર, કેવળજ્ઞાન અને કેવળદર્શનયુક્ત, સુરાસુરેદ્રને પૂજ્ય, સદ્દભૂતાર્થના ઉપદેશક, અને સમગ્ર કમેને ક્ષય કરીને પરમપદને પ્રાપ્ત થયેલ એવા વતરાગ જિન–તે દેવ કહેવાય. ગંધ, પુષ્પ અને અક્ષતાદિકથી તે જિનેંદ્રની દ્રવ્યપૂજા કરવી, તેમના બિંબની પૂજા વિગેરેમાં યથાશક્તિ દ્રવ્ય વાપરવું. સર્વજ્ઞની ભાવપૂજા વ્રતના આરાધનરૂપ કહી છે. તે દેશવિરતિ અને સર્વવિરતિ–એમ બે ભેદે છે. તેમાં જીવહિંસા વિગેરેને એક દેશશી નિષેધ–તે દેશવિરતિ અને સર્વથા નિષેધ-તે સર્વવિરતિ. જિનેશ્વર ભગવંતના મતમાં આ પ્રમાણે નવતર કહ્યાં છેજીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા,બંધ અને મોક્ષ. તેમાં કર્મને કર્તા, કર્મફળને ભક્તા, અને ચૈતન્ય લક્ષણ–તે જીવ, - અને તેથી વિપરીત પરિણામી તે અજીવ, સત્કર્મના પુગલ-તે પુણ્ય, અને તેથી વિપરીત–તે પાપ, બંધના હેતુભૂત એવા મન, વચન અને કાયાના વ્યાપારે-તે આશ્રવ અને તેને નિરધ-તે સંવર, તથા જીવને. કર્મની સાથે જે સંબંધ–અને તે બંનેનું ઐક્ય તે બંધ, બદ્ધ કર્મને નાશ-તે નિર્જરા અને દેહાદિકનો આત્યં. તિક વિગતે મેક્ષ. એ નવતપર જે સ્થિર આશયથી શ્રદ્ધા કરે, તેને સમ્યકત્વ અને જ્ઞાનના યોગથી ચારિત્રની ગ્યતા પ્રાપ્ત થાય છે.” સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે –“જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેને સમાગ–તે મોક્ષ-એમ જિનશાસનમાં કહેલ છે. જેમ પંક રહિત તુંબી સ્વયમેવ જળ ઉપર જાય છે, તેમ કર્મરૂપ મળ ક્ષીણ થવાથી જીવ મોક્ષસ્થાને જાય છે. એ પ્રમાણે વીતરાગ દેવ, ત પદેશક ગુરૂ અને દયામૂળ ધર્મની આરાધના કરવી, તેનું ફળ અપુનર્ભવ (મોક્ષ) છે.” P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust