________________ સુંદર રાજાની કથા. 111 “જર્ચ વચ્ચતા નારિત, પાચં જ ન નીવતિ ! व्यसनं केन न प्राप्त, कस्य सौख्यं निरंतरम्" // કેનામાં કહેવાપણું નથી, અપાય (કણ) સહિત કેણ જીવતું નથી? કેને દુ:ખ પ્રાપ્ત થયું નથી? અને કોને નિરંતર સુખ છે ? તેમજ વળી–જેમ પ્રાણીઓને અણધાર્યા દુઃખ પ્રાપ્ત થાય છે, તેમ સુખો પણ અણધાર્યા પ્રાપ્ત થાય છે, એમ મને લાગે છે; માટે દીનતા કરવા યોગ્ય નથી. દીન જન સંપત્તિ મેળવીને પણ પોતાની હીનતાને મૂકતો નથી, અને શિરછેદ થતાં પણ ધીર પુરૂષ પિતાનું ધૈર્ય મૂકતો નથી. આ પ્રમાણે વિચારીને પાસેના ગામમાં કોઈ કૌટુંબિકના ઘરે જળપાન કરવા ગયે. એટલે તેણે કહ્યું કે:-“તું કોણ છે?” તે બોલ્યો કે –“હું ક્ષત્રિય છું.” કૌટુંબિક બે કે –“મારે ઘરે રહે અને ગૃહકાર્ય કર.” એટલે તે હા કહીને ત્યાંજ રહ્યો અને તેનું ઘરકામ કરવા લાગ્યા. ત્યાં તેને ભોજન અને વસ્ત્રાદિક મળતાં હતાં અને વિનીતપણાથી છૂતભેજનને લાભ પણ મળતું હતું, તેથી તેના દેહમાં રૂપ, કાંતિ અને તેજ ધીમે ધીમે વધવા લાગ્યા. એકદા કૌટુંબિકની કામિની તેને જોઈને કામાતુર થઈ, અને અસતીજનને વેગ્ય એષા વચને તે બહુધા બોલવા લાગી. તે સાંભળીને રાજા ચકિત થઈને ચિત્તમાં ચિંતવવા લાગ્યું કે –“અરે દેવ! તારે આધિન એવું રાજ્ય અને વિજ્ઞાદિક ભલે જાઓ, પરંતુ શીલ મારે આધીન છે તે ન જાઓ. પણ હવે અહીં રહેવાથી મારા શીલનો ભંગ થશે, માટે અહીંથી અન્યત્ર જતો રહું. વિરૂદ્ધ ભૂમિને ત્યાગ કરવો તે જગ્યા છે.” એમ ચિંતવી તેને આગ્રહ છતાં યથાતથા ઉત્તર દઈને તે ઘરમાંથી ચાલ્યા ગયે. દેશાંતરમાં ભમતાં એક સ્થળે શ્રી આદિનાથનું ચૈત્ય તેના જેવામાં આવ્યું. તે ચૈત્યમાં પ્રવેશ કરી શ્રી ત્રિષભદેવને સ્તવીને તે ગવાક્ષમાં બેઠે. એવામાં કોઈ યક્ષિણી ત્યાં આવી, અને જિનેશ્વરને પ્રણામ કરીને પાછા વળતાં તેણે તે રાજાને જે. એટલે રતિપતિ સમાન તેના રૂપને જોઈને મેહવશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust