________________ સુમતિની કથા. 169 વિસર્જન કરી પુત્રને બહાર લાવીને કહ્યું કે “હે વત્સ! સમુદ્ર સમાન શાસ્ત્રનું અવગાહન કરીને ગષ્પદ સમાન આ સુગમ લેકમાં તું કેમ મૂઢ જેવો બની ગયે?” એટલે પુત્ર બે કે –“હે તાત! તમે વિત્તની ત્રણ ગતિ કહી તે મને સમજાતું નથી, કારણકે મને દાન અને નાશ—એમ વિત્તની બે ગતિ જ લાગે છે, કેમકે જે ભોગમાં વપરાય તે પણ નાશ જ છે. કહ્યું છે કે સેંકડે આયાસથી પ્રાપ્ત થયેલ અને પ્રાણ કરતાં પણ વહાલા એવા વિત્તની એક દાનજ ગતિ છે, બીજી બધી વિપત્તિ છે. તેને ધર્મથે સત્પાત્રમાં દેવું તે તે સર્વોત્તમ છે, દુઃખિત યાચકને આપતાં કીર્તિ વધે છે અને બંધુઓમાં વાપરતાં નેહને પોષણ મળે છે, ભૂતાદિને આપતાં વિધનને નાશ થાય છે. એમ ઉચિતપણાથી આપતાં એકંદર લાભજ મળે છે. આપેલું દાન કદિ પણ નિષ્ફળ થતું નથી. ભેગથી કેવળ ઐહિક સુખની પ્રાપ્તિ થાય; નહિ તે નાશ તે અવશ્યમેવ છે જ.” આ પ્રમાણે સાંભળીને વિચારચતુર પ્રધાને અંતરમાં આનંદ પામીને તે બધે વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યું, એટલે રાજા બે કે –“હે ભદ્ર! એના અંતરમાં વિવેકરવિ પ્રગટે છે. એ તારા અને મારા મને રથ પૂર્ણ કરશે. અહો! એનું વિચારગાંભીર્ય ! અહે ! ચાતર્ય! અહો ! અદ્દભુત મતિ! કે જે ઉપાધ્યાયને અને શાસ્ત્રને ઓળંગીને આગળ પ્રવર્તે છે. એને જ્ઞાન સારી રીતે ઉત્પન્ન થયું છે, માટે હવે તે છાત્રને ગજેન્દ્રપર બેસારીને અહીં લાવ.' એમ કહી રાજાએ પોતાનો હાથી અને પરિવાર તેની સાથે મોકલ્યા. સોમે પિતાને ઘરે જઈને સ્વજનોને ભેગા કર્યા, અને પુત્રને શૃંગાર પહેરાવી કેતુકમંગળ કરી હાથી પર બેસારીને મહદ્ધિપૂર્વક રાજમંદિરે લઈ ગયે, એટલે રાજાએ તેને પોતાના ઉલ્લંગમાં બેસારી તેને સત્કાર કર્યો અને તેનું સુમતિ એવું નામ રાખ્યું. પછી રાજાએ કહ્યું કે-“તારે સર્વત્ર સ્વેચ્છાએ ગમન કરવું. ભંડાર, અંતઃપુર અને રાજ્યમાં સર્વત્ર કીડાનિમિત્તે કરવાની તને છુટ છે; કોઈ પણ 22. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust