________________ 176 - શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર, થયે હતે. તે મારા સ્વામીને કહેવાથી મેં વાર્યા છતાં તેણે તમારે મયૂર લાવીને મારી નાખે, અને તેના માંસથી મારે દેહદ પૂરે કર્યો. તે સાંભળીને સિંહ ઠાકોર રૂષ્ટમાન થઈ વિચારવા લાગ્યો કે -શું આ પ્રભાકર ખોટા જનેના સંગથી બગડ્યો કે સ્વભાવેજ વિનિષ્ટ થયે?” એમ વિચારીને તેણે પ્રભાકરનો નિગ્રહ કરવા પતાના સુભટને મોકલ્યા, એટલે તે પણ મિત્રની પરીક્ષા કરવા લેભનંદીને ઘેર ગયે. ત્યાં કંપતાં કંપતાં બોલ્યો કે:-“હે મિત્ર ! મારૂં રક્ષણ કર.” લેભનંદીએ તેને પૂછયું કે –“અરે ! કહે તે ખરે, તે શું બગાડ્યું છે?” તે બોલ્યો કે- સ્ત્રીને માટે મેં સ્વામીને મને ચૂર માર્યો છે. તે સાંભળીને મિત્રાધમ બે કે - સ્વામીહીને કેણ સ્થાન આપે? બળતા પૂળાને પોતાના ઘરમાં કેણુ નાખે ?' એમ કહ્યા છતાં પ્રભાકર લોભનંદીના ઘરમાં પેઠે. એટલે તેણે પકડે, પકડે, એ પોકાર કર્યો. તરતજ રાજાના સુભટ ત્યાં આવ્યા અને તેને બાંધીને ગામની બહાર લઈ ગયા. ત્યાં તેને નિગ્રહ કરવાને તે તૈયાર થયા. એટલે પ્રભાકર ગરીબાઈથી બે કે:- પૂર્વે તમારા ઉપર ઉપકાર કર્યો છે, માટે મારી રક્ષા કરે અને મને સ્વામીની પાસે લઈ જાઓ.’ આમ કહેવાથી તેઓ તેને ઠાકોર પાસે લઈ ગયા, એટલે તે કરૂણ ઉપજે તેવી રીતે બોલ્યો કે --“હે દેવ! તમે મારા પિતાતુલ્ય સ્વામી છે, તમારૂં જ મને શરણ છે, માટે આ મારો એક અપરાધ ક્ષમા કરે.” તે સાંભળીને સિંહ ભ્રગુટીભગથી ભીષણ થઈને બોલ્યો કે –“અરે! દુષ્ટ ! મયૂર સોંપી દે અથવા - અભીષ્ટ દેવતાને સંભારી લે.” તે વખતે તેના મિત્ર અને સ્ત્રી વિના બધા કે વ્યાકુળ થઈ ગયા. પછી તેણે વિચાર્યું કે મારા પિતાના વચનનું અતિક્રમણ કરવાથી મને આવું ફલ પ્રાપ્ત થયું.” એ રીતે પિતાનું વચન પુન: પુન: સંભારી તેને મયૂર તેને સેંપી સિંહ ઠાકરની રજા લઈને પ્રસન્ન મુખથી તે આગળ ચાલ્યા. સિંહે તેને ૨રહેવા માટે બહુ કહ્યું, છતાં પણ તે રહ્યા નહિ. અને કહ્યું કે પ્રત્યક્ષ દેષ જોવામાં આવ્યા છતાં કોણ સ્થિતિ કરે?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust