________________ 14 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર થતો નથી, માટે ધન મેળવે, કળાઓ બધી નિષ્ફળ છે.” તેમજ વળી–– નવા કમળદળ સમાન નેત્રવાળી લક્ષ્મી જેને જુએ છે, એટલે લક્ષમીની જેના પર કૃપા છે તેવા નિર્ગુણને પણ લોકો ગુણલ્ય માને છે, તેમજ રૂહીનને રમ્ય, મૂર્ખને મતિમાન , નિર્બળને શૂરવીર અને અકુલીનને કુલીન માને છે.” 7 આવાં તેનાં ઉત્કંઠ વચનથી તેને પિતા વિલક્ષ થઈને ચિ તમાં ચિંતવવા લાગ્યું કે:- અહો આ મારો પુત્ર થઈને નિર્ગુણ, કુળને કલંકરૂપ અને કુશીલ થશે. હવે શું કરું? કયાં જાઉં?” આમ વિચારીને ઉદાસીન વૃત્તિથી તેણે આખો જન્મ વ્યતીત કર્યો. પ્રાતે પુત્રને બેલાવીને તેણે આ પ્રમાણે કહ્યું કે:-“હે વત્સ ! જે કે મારા વચનપર તને અનાસ્થા છે, તથાપિ આ એક લોકને તું ગ્રહણ કર, એટલું મારું કહ્યું કર. પુત્ર બોલ્યો કે- કહે, હું તે પ્રમાણે કરીશ.” એટલે પિતાએ આ પ્રમાણે લેક કહ્યું - ___" कृतज्ञस्वामिसंसर्ग-मुत्तमस्त्रीपरिग्रहम् / कुर्वन्मित्रमलोभं च, नरो नैवावसीदति" / / કૃતજ્ઞ સ્વામીની સેવા કરતાં, ઉત્તમ કુલીન સ્ત્રીનું પાણિગ્ર હણ કરતાં, અને નિર્લોભી મિત્ર કરતાં માણસને હેરાન થવું પડતું નથી.” આ લેક ગ્રહણ કરીને તે પાછો જુગટુ રમવા ચાલ્યા ગયા. એવામાં તેના મિત્રે આવીને કહ્યું કે હે પ્રભાકર ! તારે પિતા મરણ પામે.” આ પ્રમાણે સાંભળીને પ્રભાકરે મિત્રને કહ્યું કે:-“હું કંઈ જાણતો નથી, માટે તે સંબંધમાં જે કરવાનું હોય તે તારેજ કરવું.” પછી તેની ઉત્તરકિયા કરી શકરહિત થતાં પ્રભાકર પિતાએ આપેલા લોકને અર્થ વિચારવા લાગ્યું. તેને અર્થે વિચારીને તેણે ધાર્યું કે પ્રથમ તે પિતાએ જે કહ્યું છે તે કરતાં વિપરીત કરવાથી શું થાય છે તે જોઉં. એમ ધારીને તે પરદેશમાં ચાલે. માગે જતાં કૃતન, તુચ્છ સ્વભાવવાળા અને સ્તબ્ધ (અભિમાની) એવા સિંહ નામના એક ગામના મુખીને સાંભળીને તેને આશ્રય કર્યો અને તેની સેવા કરવા લાગ્યા. ત્યાં તેની એક સેવાધર્મહીન, નીચ, રૂક્ષ (સ્નેહ P.P.Ac. Gunratnasuri M.S. UF Gun Aarede