________________ 172 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. જઈને નિરંતર સંતોષ પામે, પરને બાધા જોઈને શેક ઘરે, આત્મ લાઘા ન કરે, નીતિને ત્યાગ ન કરે, અપ્રિય કહ્યા છતાં ઔચિત્યનું ઉલંઘન ન કરે અને ક્રોધ ન કરે–એવું સંતજનેનું ચરિત્ર હોય છે.” હવે એવા સજજનની સંગતિથી શું ફળ થાય તે કહે છે:-“સત્સંગ દુર્ગતિને હરે છે, મેહને ભેદે છે, વિવેકને લાવે છે, પ્રેમને આપે છે, નીતિને ઉત્પન્ન કરે છે, વિનયને વિસ્તારે છે, યશને ફેલાવે છે, ધમને ધારણ કરાવે છે, દુર્ગતિને દૂર કરે છે, અહો ! સત્સંગ માણસેને શું અભીષ્ટ ઉત્પન્ન કરતું નથી? સર્વ કરે છે.” વળી “હે ચિત્ત ! જે તને બુદ્ધિકલાપને મેળવવાની ઈચ્છા હોય, આપત્તિને દૂર કરવાની ઈચ્છા હોય, સન્માર્ગે ચાલવાની ઈચ્છા હૈય, કીર્તિને પામવાની ઈચ્છા હેય, કુટિલતાને વામવાની ઈચ્છા હોય, ધર્મને સેવવાની ઈચ્છા હોય, પાપવિપાકને અટકાવવાની ઈચ્છા હોય અને સ્વર્ગ તથા મેક્ષની લક્ષમીને મેળવવાની ઈચ્છા હોય તો ગુણવંત જનોની સંગત કર.” સુસંગના માહાન્યથી જીવ સર્વ પ્રકારનાં ' સુખે પામે છે. કહ્યું છે કે "पश्य सत्संगमाहात्म्यं, स्पर्शपाषाणयोगतः। लोहं स्वर्ण भवेत्स्वर्ण-योगात्काचो मणीयते // " સત્સંગને મહિમા તે જુઓ કે–પારસમણિના વેગથી લેહ તે સુવર્ણ થાય છે, અને સુવર્ણના ચેગથી કાચ પણ મણિ જે દેખાય છે. વળી “અકુલીન છતાં સુસંગથી મનુષ્ય વિવેકી થાય છે અને કુલીન છતાં કુસંગથી અવિવેકી બને છે. જુઓ! અગ્નિના ચેગથી શંખ પણ દાહ ઉપજાવે છે. સચેતન મનુષ્યના સંગથી ગુણ કે દેષ ઉપજે તે તે દૂર રહે, પણ અશોકવૃક્ષના સંગથી શોક દૂર થાય છે અને કલિવૃક્ષના સંગથી કલહ ઉત્પન્ન થાય છે.” જીવ ધર્મને પણ સસંગતિથીજ પામી શકે છે. આ સંબંધમાં પ્રભાકરનું દષ્ટાંત આ પ્રમાણે છે:-- . - ભરતક્ષેત્રમાં વીરપુર નામના નગરમાં યજન, યાજન, અધ્યયન, અધ્યાપન, દાન અને પ્રતિગ્રહરૂપ ષટ્કર્મમાં તત્પર એ દિવાકર P.P. Ac. Gunratnasuri M.S. un Gun Aaradhak Trust