________________ 171 સુમતિની કથા. કારણકે એથી દમયંતી જેવી પ્રિયતમા સહિત નળરાજાને પણ ચાંડાળની જેમ રાજ્યસુખથી ભ્રષ્ટ થવું પડ્યું એ કેમ જાણતા નથી?” આ ઘતવ્યસન મને ઉચિત નથી.” એમ ચિંતવીને તે સ્વગૃહે ગયે. એકદા કીડા કરતે કરતે તે રાજસભામાં ગયે. ત્યાં તેણે રાજાને નમસ્કાર કર્યો, એટલે રાજાએ તેને ઉત્સંગમાં બેસારીને ચુંબન કર્યું. એટલે સુમતિ બોલ્યા કે:-“હે સ્વામિન્ ! નીતિશાસ્ત્રમાં કહ્યું છે કેકોઈને વિશ્વાસ ન કરે.”તે છતાં મને આપે અખ્ખલિત ગતિવાળે કેમ કર્યો છે? મારા પર આટલો બધો વિશ્વાસ રાખવે ઉચિત નથી.” રાજા બે કે –“હે વત્સ! તું દેવીએ આપેલા વરદાનથી પ્રાપ્ત થયો છે અને અમારો વંશપરંપરાને પુરહિત છે, તે તારામાં વિશ્વાસ કેમ ન હોય? તારામાં દેવીએ વિનય અને વિવેક ગુણ મૂક્યા છે, તે તારા સહાયકારી છે. પછી તેણે રાજાની આગળ બધું પોતાનું પૂર્વ સ્વરૂપ કહી બતાવ્યું. એટલે રાજાએ કહ્યું કે:-“હે વત્સ! વિનય વિવેકની સહાયથી તું સદેષ છતાં નિદોષ જ છે. કહ્યું છે કે - .. " यस्य कस्य प्रसूतोऽत्र, गुणवान् पूज्यते नरः / सुवंशोपि धनुंदेडो, निर्गुणः किं करिष्यति"॥ ગમે તે વંશમાં જન્મ પામેલ હોય, પણ ગુણવાન પુરૂષ પૂજાય છે, સારા વાંસને ધનુદંડ પણ ગુણ (દેરી) વિના શું કરી શકે ? તેમ સારા વંશમાં જન્મેલ પણ નિર્ગુણ શું કરવાનું હતું?” આ પ્રમાણે રાજાનું કથન સાંભળીને તે લજજાને લીધે અધમુખ થઈ બેસી રહ્યો. એટલે રાજાએ તેને રાજકાર્યનું પ્રાધાન્ય પદ આયું. પછી તે સુમતિ રાજકાર્ય સાધી અનુક્રમે સદ્ધર્મ પાળીને સદગતિએ ગયે. ઈતિ સુમતિ દષ્ટાંત. માટે ધર્મના મૂળભૂત વિનય અને વિવેક અવશ્ય ગ્રહણ કરવા. -- તે ગુણે સત્સંગથી પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોક્ત સતસંગતિનું ફળ સાં. ભળ-પ્રથમ સંગતિ કરવા લાયક સજજને કેવા હોય તે કહે છે-“પરદૂષણને ન બેલે, અલ્પ પણ પરગુણને વખાણે, પરધન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust