________________ 170 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર–ભાષાંતર. જગ્યાએ જવાને તને પ્રતિબંધ નથી.” એ પ્રમાણે કહી તેને સત્કાર કરીને વિસર્જન કર્યો. પછી રાજાની આજ્ઞાથી તે કંઈ પણ પ્રતિબંધ વિના સર્વત્ર કીડા કરવા લાગ્યું. એકદા તે રાજાના ભાંડાગારમાં પઠે. ત્યાં રાજાને મોતીને હાર જઈને દેવીએ કહેલ દેષના વશથી તેનું ચિત્ત ચલાયમાન થયું. એટલે તેણે તે લઈ લીધો. પછી તેને ગોપવી સાશંક મનથી તે જવાને તૈયાર થયે, એવામાં ક્ષણભર વિવેકવડે તે વિચારવા લાગ્યું કે વસુધાપર ચેરી સમાન બીજું પાપ નથી.” એમ વિચારી હારને પાછે તેજ સ્થાને મૂકીને ઘરે આવ્યું. વળી એકદા કીડા કરવા માટે રાજમંદિરમાં અખલિત ગાતથી ભમતાં રાજપત્નીએ કામરાગથી ભેગને માટે તેને બેલા. રાણીએ તેને કહ્યું કે-“હે સુમતે ! અહીં આવ. આ સ્થાન એકાંત છે, માટે મારી સાથે વિલાસ કર.”તે સાંભળીને સુમતિ કુમતિને વશ થઈ તેની પાસે જવા ચાલ્ય; એટલામાં બંધુની જેમ વિવેકે તેને અટકાવ્યું. તે વિચારવા લાગ્યું કે - અહે! મને ધિક્કાર થાઓ, કે માતા સમાન રાજપત્નીપર મેં સવિકારી મન કર્યું. પરસ્ત્રીના સંગથી આ ભવમાં શિર છેદ વિગેરે અને પરભવમાં નરકની વેદના પ્રાપ્ત થાય છે. તે જ મહાન અને તેજ પંડિત છે કે જે આ ભુજંગી સદશ કુલટાઓથી દૂર રહે છે. મારે હવે પછી પરનારી સહોદરરૂપ મહાવ્રત પાળવું.’એ પ્રમાણે વિચાર કરીને તેને પગે પડી તે સ્વસ્થાને ગયે. એકદા કેતકી એ તે કીડા કરવા કેતુકથી જુગારીઓ પાસે આવ્યા. તેમનું વ્યસન અને સ્વરૂપ જોયું. કેટલાક કલહ કરતા હતા, કેટલાક દ્રવ્ય હારી જતા હતા, કેટલાક હસતા હતા અને કેટલાક ચારતા હતા. તેવું સ્વરૂપ જોઈને તે ચિંતવવા લાગ્યો કે:-“અહો ! ઘતના વ્યસનને ધિક્કાર થાઓ. કહ્યું છે કે –“હે જુગારીઓ ! જુગા૨નું વ્યસન કેમ તજતા નથી. પોતાના દેહને શા માટે દગ્ધ કરે છે? અને પિતાના મુખપર બકરાને શા માટે મુતરાવે છે? P.P'Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust