________________ - પ્રભાકરની કથા. 179 “હે સેવકે! સત્વર દેડો અને અને પકડો.” એમ રાજા બેલતે હતો, તેવામાં તે તે અવે એકદમ એટલી ઉતાવળી ગતિથી દેડયા કે રાજા અને પ્રધાન ક્ષણવારમાં અદશ્ય થઈ ગયા. જેમ જેમ તેઓ તેને ઉભા રાખવા લગામ ખેંચતા હતા, તેમ તેમ તે અશ્વ શીધ્રગતિથી દેડતા હતા. એ રીતે અટવીમાંથી પસાર થતાં આમળાંના વૃક્ષ નીચેથી પ્રધાનને અશ્વ નીકળે તે વખતે પ્રધાને ત્રણ આમળાં ત્રાડી લીધાં. પછી તે બહુ દૂર નીકળી ગયા, ત્યાં વિલક્ષ થઈને તેમણે લગામ મૂકી દીધી, એટલે અશ્વ ત્યાં જ ઉભા રહી ગયા. પછી રાજા અને પ્રધાન નીચે ઉતર્યા, એટલે બંને અશ્વ પ્રાણમુક્ત થઈ ગયા. ક્ષણભર તેને ખેદ કરીને તે બંને વૃક્ષની છાયામાં બેઠા. ત્યાં તૃષાથી પીડિત થયેલ રાજા મનમાં ચિંતવવા લાગ્યું કે:- મૂઢ જનેએ પાષાણુખંડમાં રત્નની સંજ્ઞા રાખી છે, પણ પૃથ્વી પર ખરાં રત્ન તે જળ, અન્ન અને સુવચન-એ ત્રણજ છે, એમ જે કહેવામાં આવે છે તે વચન સત્ય છે. કારણકે અત્યારે એ પાષાણખંડરૂ૫ રને મારી પાસે છતાં પણ ઉક્ત જળાદિ રત્નના અભાવથી મારા શરીરની તૃષા છીપતી નથી.” પછી રાજાએ અમાત્યને કહ્યું કે-તૃષાથી મારા પ્રાણુ ચાલ્યા જાય છે.” એટલે મંત્રી વ્યાકુળ થઈને બે કે –“હે સ્વામિ ! તમારી તૃષાનું હું નિવારણ કરૂં છું.” એમ કહીને એક આમળું તેને ખાવા આપ્યું. તેનું ભક્ષણ કરવાથી રાજાને ક્ષણવાર શાંતિ થઈ. પણ મુહૂર્ત પછી પુનઃ તે તૃષાકુળ થઈને બોલ્યા કે –“હે મંત્રિન ! હવે પુન: તેવીજ રીતે મને તૃષા સતાવે છે, કે જેથી ખરેખર જીવવું મુશ્કેલ છે.” એમ બોલતાં મૂચ્છ ખાઈને તે નીચે પડ્યો. એટલે મંત્રીએ તરત બીજું આમળું આપીને રાજાને પુનઃ સજજ કર્યો. એમ ત્રીજીવાર પણ આમળું આપ્યું. એવામાં પાછળ પદાનુસારે ચાલ્યું આવતું સૈન્ય ત્યાં આવી પહોંચ્યું. આગળના અસ્વાએ તેમને જોઈને જયધ્વનિ કર્યો, એટલે મંત્રી બે કે –હે સુભટે ! પ્રથમ જળ તરત લાવે.” એટલે તેઓ પાછા વળીને તરત જળ લાવ્યા. પછી જળ અને આહારથી સંતુષ્ટ કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust