________________ nnnnnnnnnnn 178 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર રહો.” આ પ્રમાણે રાજપુત્રના કહેવાથી પ્રભાકર ત્યાં રહે, અને રાજપુત્રની સાથે તે નગરમાં ગયે. ત્યાં પરસ્પર તેમની મિત્રાઈ થઈ. એકદા પ્રભાકર વિચારવા લાગ્યું કે:-“અહો ! એનું ચાતુર્ય, અહો ! એનું મધુર વચન, અહો ! વનવયમાં પણ એનું ઔચિત્ય, અહો ! એનું સ્વચ્છ જ્ઞાન ! કહ્યું છે કે:- કેટલાક દ્રાક્ષની જેમ બાલ્યવયમાં પણ મધુર હોય છે, કેટલાક આમ્રફળની જેમ પરિપકવ થાય ત્યારે જ મધુર થાય છે અને કેટલાક ઇંદ્રવરણાના ફળની જેમ મધુર થતાંજ નથી.” તેમજ વળી:– " आकृतौ हि गुणा नुनं, सत्यीभूतमिदं वचः / यस्यैव दर्शनेनापि, नेत्रं च सफलीभवेत् // આકૃતિમાં ગુણો રહેલા છે, એ વચન સત્ય છે, કારણ કે સુંદર આકૃતિવાળાના દર્શન માત્રથી પણ નેત્ર સફળ થાય છે. માટે હવે આની સેવા કરીને કુસ્વામીના સંગથી લાગેલ દેષરૂપ મેલને જોઈ નાખું. આ પ્રમાણે નિશ્ચય કરી પ્રભાકર રાજપુત્રની સેવા કરવા લાગ્યો અને તેણે આપેલ વાસગ્રહમાં તે સુખે રહેવા લાગ્યું. અનુક્રમે ત્યાં રહેતાં તેણે ઉત્તમ પ્રકૃતિવાળી તેમજ સ્વૈર્ય, ગાંભીર્ય અને વિનયશીલ એવી સુપ્રભા નામે એક સ્ત્રી કરી અને મોટા વેપારી, પરોપકારી તેમજ દયાળુ એવા વસંતશ્રેણીને પોતાને મિત્ર બનાવ્યું. એ રીતે ? તે સુખે સમય ગાળવા લાગ્યું. અન્યદા રાજા મરણ પામતાં ગુણસુંદર રાજગાદી પર બેઠે, અને સર્વ કાર્યને કરનાર પ્રભાકર તેને મંત્રી થયો. પ્રજાનું પાલન કરતાં એકદા તે રાજાને બે જાત્ય અશ્વ કેઈએ ભેટ કર્યા. તે સારા લક્ષણવાળા હતા, પણ વિપરીત શિક્ષણ પામેલા હતા. તેના સ્વરૂપને ન જાણતે એ રાજા પોતે એક અશ્વપર આરૂઢ થયા અને બીજાપર અમાત્યને આરૂઢ થવાને આદેશ કર્યો. પછી પરિવાર સહિત તે બંને નગરની બહાર ગયા. ત્યાં અને ક્ષણવાર ચલાવીને તે બંનેને વેગ જાણવાને રાજા અને પ્રધાને તેમને કર્કશ પ્રહાર કર્યો, એટલે તરત કુદકે મારીને તેઓ વેગથી દેડવા લાગ્યા. રાજાએ કહ્યું કે -- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust