________________ 110 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. moonnnnnnnnnnn तमायते प्रकाशोपि, गोष्पदं सागरायते / सत्यं कूटायते मित्रं, शत्रुत्वेन प्रवर्तते " // દેવ પ્રતિકૂળ હોય ત્યારે સુધા વિષ સમાન, રજજુ સર્ષ સમાન, બીલ પાતાળ સમાન, પ્રકાશ અંધકાર સમાન, ગેપદ સાગર સમાન, સત્ય અસત્ય સમાન અને મિત્ર શત્રુ સમાન ભાસે છે (થઈ જાય છે). પછી રાજા “જે થવાનું હોય તે થાઓ એમ વિચારીને બંને પુત્રને આગળ કરી શૂન્ય મુખવાળ થઈને અન્ય નગર ભણી ચાલ્યો. માર્ગમાં ક્યાંક કંદ અને ફળાહાર કરી, કયાંક ભિક્ષાભજન કરી, ક્યાંક ભિક્ષા પણ ન પામતાં અને કયાંક લેકથી નિંદા પામતાં સુધાને સહન કરી, બહુ ભૂમિને ઓળંગીને એક મહા ભયંકર અટવીમાં આવી પહોંચે. તે અટવીનું ઉલ્લંઘન કરીને જેટલામાં આગળ ચાલે છે, તેટલામાં એક સ્તર નદી આવી. એટલે રાજા ચિંતવવા લાગ્યું કે:-“હવે શું કરવું? આ નદી બે પુત્રને લઈને શી રીતે ઉતરવી?” એમ પિતે વિચાર કરતો હત–એવામાં તેને ઉપાય સૂજે, એટલે એક પુત્રને ત્યાં મૂકી અને એકને સ્કંધ પર લઈ તે પેલે પાર ગયે. ત્યાં તીર પર પુત્રને મૂકીને પુન: બીજા પુત્રને લાવવા માટે નદીમાં પેઠે, અને જોવામાં મધ્ય ભાગમાં આવ્યા, તેવામાં નદીના પૂરથી તે તણા, એટલે આમતેમ હાથ પસારતાં એક કાષ્ટનો કટકો મેળવીને પાંચ રાત પછી તે કાંઠે આવ્યે. ત્યાં કીનારે ઉતરી ખેદ પામીને તે વિચારવા લાગ્યું કે:-“અહો ! હતાશ એવા દેવે મને કેવું ફળ દેખાડ્યું ? કયાં તે મારૂં આનંદી રાજ્ય? અને ક્યાં આ અનર્થ પરંપરા? રાજ્યથી ભ્રષ્ટ કરતાં પણ દુષ્કર્મોવડે કાંતા અને બંને પ્રિય પુત્રને વિયેગ થયે. હવે મારે જીવીને શું કરવું ? પરંતુ આત્મહત્યા કરતાં તે દુર્ગતિ થાય, અને પરલોકમાં પણ પુન: તેવું જ ફળ ભોગવવું પડે, માટે તે તે અહીં જ ભેગવી લેવું. કારણકે: A Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust