________________ 142 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. અહીંજ રહે અને તમારી વનવયને સફળ કરે. નાટક જુઓ, ગીત ગાન સાંભળો અને કામગ ભેગ. ફરીને આ મનુષ્યજન્મ ક્યાં મળવાનું છે? મનુષ્યજન્મ પામ્યાનું એજ ફળ છે.” આ પ્રમાણેનાં તેનાં વચનથી મેહ પામી તે ત્યાં જ રહ્યું અને તે વેશ્યાની સાથે પંચવિધ વિષયોગ નિરંતર ભેગવવા લાગ્યો. તેને આભરણ અને વસ્ત્રો પૂરવા લાગ્યો. એમ અલ્પકાળમાં જ તેણે ત્રણે રત્ન સંબંધી દ્રવ્ય બધું વાપરી નાંખ્યું, એટલે વેશ્યાએ તેને ઘરની બહાર કહાડી મૂક્યું. પછી તે નગરમાં ચાલ્યા. ત્યાં એક વિટપુરૂષ તેને સામે મળે. તેની આગળ તેણે કહ્યું કે મને વેશ્યાએ છેતરી લીધે.” તે બે કે-જે તું તારાં વસ્ત્રો મને આપે, તો હું તારું કામ કરી આપું.” તેણે કબૂલ કર્યું એટલે તે લંપટ પુનઃ બે કે પ્રથમ વસ્ત્રો આપ.” તેણે વસ્ત્રો આપ્યાં. પછી ધનપાળ તે લંપટની સાથે પુન: વેશ્યાને ઘરે ગયે. વિટ પુરૂષે તે વેશ્યાને કહ્યું કે –“તે કેમ આને છેતર્યો? એનું શું લઈ લીધું?” તે બોલી કે-હીસાબ જુઓ. આ એણે આપ્યું અને આ એણે ભેગવ્યું, હવે એક ટકે પણ તેને વચ્ચે નથી.” એમ કહીને ફરીથી પણ તેને ઘરથી બહાર કાઢ્યો. પછી વ્યગ્ર ચિત્તવાળો, શૂન્ય, વસ્રરહિત, નિરાશા અને દરિદ્ધી થઈને તે એકાકીનગરમાં સર્વત્ર ભમવા લાગે. ભેજન સમય થયે, પણ જમવું શું? કારણકે - “અન્ન, પાણી, મગ, જુવાર, શાક અને લવણ–એવું કંઈ પણ તેની પાસે નથી કે જેને ઉપગ થઈ શકે. તેની પાસે કંઈ પણ ભક્ષ્ય ન હેવાથી તે આમતેમ ભમતો હતે. એવામાં કયાંક મજુર લેકે જમતા હતા, તેઓએ તેને તેવી સ્થિતિમાં જોઈને પૂછયું કે-“તું કયાને રહેવાસી છે અને કયાંથી આવે છે?” ધનપાળે કહ્યું કે - મેં પ્રમાદના વશથી મારાં રતને ગુમાવ્યાં છે.' એમ કહીને યથાસ્થિત બધી વાત કહી સંભળાવી, એટલે તેમણે કહ્યું કે–આજ કંઈ ખાધું છે કે નહિ?” તે બે કે ક્યાંથી ખાઉં? શું જમું?’ એટલે દયાની લાગણીથી તેઓએ તેને જમાડ્યું. પછી દ્રમકની જેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak ilust