________________ 144. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. થઈને અલંકાર સહિત આવ્યા. એટલે તેને સ્નેહપૂર્વક ઉત્કંઠા અને આલિંગનપૂર્વક તે મળે અને તેને બોલાવીને તેણે પિતાને લેખ આપે. તે લેખ વાંચી સંતુષ્ટ થઈને બેલ્યો કે–પિતાને લેખ પ્રમાણ છે, ચાલો, આપણે ત્યાં જઈએ અને તાતના ચરણમાં વંદન કરીએ.” પછી ભક્તિપૂર્વક સર્વને જમાડીને વિસર્જન કર્યા. અને બંને બાંધવ એકાંતમાં મળી પરસ્પર કુશળ વાત પૂછવા લાગ્યા, અને નેહાલાપ કરવા લાગ્યા. તથા અન્ય ધનપાલના સમાચાર પૂછવા લાગ્ય, પણ ધનપાલની ખબર મળી શકી નહીં. એટલે કેટલીક વાત કરીને તેઓ સ્વકાર્યપરાયણ થયા. પાંચમે દિવસે બધા ભારવાહકોને આમંત્રીને જમાડ્યા. તેમાં દુઃખિત, દરિદ્રી, અને દુર્બળ એ ધનપાલ બંધુ તેમના જોવામાં આવ્યું. એટલે આલિંગનપૂર્વક તેમણે તેને પૂછયું કે–તું આવે કેમ દેખાય છે? તારું ધન કયાં ગયું?” તેણે કહ્યું કે–પ્રમાદના વિશથી મેં વેશ્યાના ભવનમાં રહીને લમી જોગવી અને મારાં રત્નો વેશ્યાએ લઈ લીધાં તેથી હું દુઃખી થયો. એટલે યેષ્ઠ બંધુ ધનદેવે કહ્યું કે-“હે બાંધવ! સાંભળ–શાસ્ત્રમાં પણ પ્રમાદ કરવાનો નિષેધ કર્યો છે. “પ્રમઃ પરમવી, ખમાસા પરમો રિપુ ! प्रमादः मुक्तिपुदेस्युः, प्रमादो नरकायनम् " // પ્રમાદ એ પરમ દ્વેષી છે, પ્રમાદ તે પરમ શત્રુ છે, પ્રમાદ મોક્ષનગરને ચેર છે અને પ્રમાદ નરકના સ્થાનરૂપ છે.” પછી પિતાએ મોકલેલ લેખ તેને આપે. તે લેખ વાંચી નિસાસો મૂકીને તે બે કે:-“હું ભાતાં વિના ત્યાં શીરીતે આવું?” એટલે ધનદેવે કહ્યું કે- તું મારી સાથે ચાલ, હું તને ભાતું આપીશ.” એમ કહીને તે પરવારવા માટે પોતાને કામે લાગ્યું. ધનમિત્ર ઝવેરીને ઘરે ગયે, અને પોતાના પ્રયાણની વાત કહીને ત્રણે રને માગ્યા, એટલે તે ઝવેરીએ લેખું (હિસાબ) કરીને કહ્યું કે તમારા વ્યાજમાંથી તમે આટલું ભગવ્યું, આટલું લીધું, આટલું દીધું અને આટલું વધ્યું તે . અને આ તમારાં ત્રણ રને પણ લે.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust