________________ જw ત્રણ વ્યવહારીની કથા. 143 તે પણ મજુરોની સાથે ભમવા લાગ્યા અને અનુક્રમે તે ભારવાહક (મજુર) થઈ દુઃખે પિતાનું ઉદરપૂરણ કરવા લાગ્યો. કહ્યું છે કે– દુપૂર ઉદરને પૂરવા માટે માણસે માનને મૂકી દે છે, હલકા જનને સેવે છે, દીન વચન બેલે છે, કૃત્યાકૃત્યના વિવેકને તજી દે છે, સત્કારની અપેક્ષા કરતા નથી, ભાંડત્વ અને નૃત્યકળાને અભ્યાસ કરે છે– અરે પેટ માટે શું શું કરતા નથી? સર્વ કરે છે.” - ધનપાળ તળાવ કે કુવા પર જઈને ભેજન કરતા અને બજા- . ૨માં સુઈ રહેતું. આ પ્રમાણે તે મહાદુઃખી થયે સતે મનમાં વિચારવા લાગ્યો કે “આ મને પ્રમાદનું જ ફળ મળ્યું. જુઓ! મારા જયેષ્ઠ બંધુ ધનદેવ ઘણું શકટ કરિયાણું ભરી ભરીને પરદેશ મોકલે છે અને પુષ્કળ દ્રવ્ય પેદા કરે છે. તેમજ તેની કીતિ પણ સર્વત્ર વિસ્તરી ગઈ છે. હું આવી દુર્દશા જોગવું છું.” એ રીતે ત્રણે બંધુઓને ત્યાં રહેતાં બાર વરસ વ્યતીત થઈ ગયા. એટલે તે ત્રણેને બેલાવવા માટે તેમના પિતાએ કાગળ મોકલ્યો. તે કાગળ ઇ બંધુના હાથમાં આવ્યું. લેખ વાંચીને તે ખુશી થયે. પછી તેણે વિચાર કર્યો કે–“હવે ત્યાં જઈને પિતાના ચરણને વંદન કરૂં; પરંતુ મારા બંને બંધુને પત્તે શી રીતે મેળવવો?” એમ ચિંતવીને તેણે નગરમાં સર્વત્ર તપાસ કરાવી, પણ તેમના ખબર ન મળ્યા. એટલે તેણે વિચાર કર્યો કે-આ ગામના તમામ મહાજનને ભેજન કરાવું, એટલે તેમાંથી તેમને પત્તો મળશે.” એમ ચિંતવીને નાના પ્રકારના પકવાનની સર્વ સામગ્રી તૈયાર કરાવી. પછી પ્રથમ દિવસે બધા રાજલોક સહિત રાજાને નિમંત્રી, ભક્તિપૂર્વક તેમને ભેજન કરાવીને વસ્ત્રાભરણાદિક આપી સ્વસ્થાને વિદાય કર્યો, તેમાં પોતાના બાંધવે જોવામાં ન આવ્યા. બીજે દિવસે બધા શ્રેષ્ઠીઓને નિમંત્રી ભોજન કરાવીને વિસર્જન કર્યો, તેમાં પણ પોતાના બાંધવ જેવામાં ન આવ્યા. ત્રીજે દિવસે બધા કાપડીયાને નિમંત્રીને જમાડ્યા, તેમાં પણ પિતાના બાંધો લેવામાં ન આવ્યા. ચોથે દિઆ વસે ઝવેરીઓને નિમંત્રીને જમાડ્યા, તેમાં ધનમિત્ર બંધુ અગ્રેસર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust