________________ 166 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. આલિંગન કરે છે તેમજ સુતાનું પણ આલિંગન કરે છે; પરંતુ તે બંનેમાં મન જૂદા પ્રકારનું છે.” “સામ્યને અવલંબીને પુરૂષ એક અર્ધક્ષણમાં જેટલાં કમને ખપાવી શકે, તેટલાં કર્મ કેટીજન્મ સુધી તીવ્ર તપ કરતાં પણ ખપાવી ન શકે.” ધર્મના મૂળ વિનય અને વિવેક છે, તે વિના લાઘા નથી. કહ્યું છે કે –“વિનય એ ધર્મનું મૂળ છે, તપ અને સંયમ-વિનયને લીધેજ છે. વિનયહીનના તપ અને ધર્મ કેવાં ? કાંઈ નહીં. ' વિનયી લક્ષ્મી, યશ અને કીર્તિને મેળવી શકે છે, પણ દુર્વિનયી કદાપિ સ્વકાર્યસિદ્ધિને સાધી શકતો નથી. પર્વતમાં જેમ મેરૂ, ગ્રહોમાં જેમ સૂર્ય, રત્નમાં જેમ ચિંતામણિ તેમ ગુણેમાં વિવેક શ્રેષ્ઠ છે. વિવેકગુણ સર્વ ગુણેમાં વધારે શ્રેષ્ઠ છે. વિવેક વિના અન્ય ગુણે પણ નિર્ગુણ પ્રાયઃ થાય છે. કહ્યું છે કે “ચક્ષુ વિના જેમ રૂપ ન શોભે તેમ વિવેક વિના લક્ષ્મી શોભતી નથી.’ વિવેકરૂપ દીપકના પ્રકાશવડે પ્રકાશિત કરેલા માર્ગમાં ગમન કરવાથી કલિકાળના અંધકારમાં પણ કુશળ પુરૂષે ખલના પામતા નથી. કેમકે ગુરૂની જેમ વિવેક સર્વ કૃત્યાકૃત્યનો પ્રકાશ કરે છે અને સનમિત્રની જેમ અકૃત્યથી અટકાવે છે. આ સંબંધમાં સુમતિનું દષ્ટાંત છે તે નીચે પ્રમાણે - - શ્રીપુરનગરમાં શ્રીસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શ્રીસખી નામે સ્ત્રી હતી અને કુળકમથી આવેલે સેમ નામે અમાત્ય હતું. તે પ્રધાનને પુત્ર ન હોવાથી તે મનમાં અત્યંત દુ:ખી રહેતા અને ક્યાંય પણ શાંતિ પામી શકતો નહોતો. એકદા રાજાએ તે અમાત્યને કહ્યું કે:-“હે અમાત્ય ! તારી એ અનપત્યતા મને અતિશય સતાવે છે. બહુ કાળથી આપણુ બંનેને સંબંધ કુળક્રમાગત આવે છે, હવે તારે પુત્ર ન હોવાથી મારા પુત્રને અમાત્ય કેણુ થશે ? અને અન્ય અમાત્યપર વિશ્વાસ કે ? આ બાબતમાં તું તો નિશ્ચિત જે દેખાય છે.” એમ બે કે - “હે સ્વામિન્ ! એ બાબતમાં શું કરવું ? જીવિત, સંતતિ અને દ્રવ્ય-એ ત્રણ વસ્તુ દેવાધીન છે, માટે વસ્તુ પરાધીન છતાં તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust