________________ ૧પ૬ શ્રી પાર્શ્વનાથચરિત્ર-ભાષાંતર રાત્રિ ભેજનના નિયમની આરાધના અને વિરાધનાના સંબંધમાં ત્રણ મિત્રનું દષ્ટાંત છે તે આ પ્રમાણે. . દેવપલ્લી નામના ગામમાં શ્રાવક, ભદ્રક અને મિથ્યાષ્ટિ એવા ત્રણ વણિક મિત્ર હતા. તે એકાદ જૈનાચાર્ય પાસે ગયા. એટલે આચાર્ય મહારાજે રાત્રિભેજનના નિયમનો ઉપદેશ આપે. તે સાંભળીને તેમણે રાત્રિભેજન વર્જવાને નિયમ કર્યો. તેમાં શ્રાવકે રાત્રિભોજન, કંદમૂળાદિ અભક્ષ્યનો ઉત્સાહથી નિયમ લીધો. કારણકે તે શ્રાવકકુળમાં ઉત્પન્ન થયે હતે. ભદ્રકે બહુ વિચાર કરીને માત્ર રાત્રિભેજનને નિયમ લીધે. પણ કદાગ્રહમાં ગ્રસ્ત હોવાથી મિથ્યાષ્ટિ તો પ્રતિબંધ જ ન પામ્યો. કારણ કે - आमही बत निनीषति युक्तिं तत्र यत्र मातरस्य निविष्टा।। - पक्षपातरहितस्य तु युक्ति-यंत्र तत्र मतिरेति निवेशम् // આગ્રહી જ્યાં પિતાની બુદ્ધિ સ્થિત થઈ હોય ત્યાં યુક્તિને લઈ જવા માગે છે, અને પક્ષપાત રહિત માણસની તે જ્યાં યુક્તિ દેખાય ત્યાં મતિ સ્થિર થાય છે. શ્રાવક અને ભદ્રકના કુટુંબીઓએ પણ રાત્રિભેજનને નિયમ ગ્રહણ કર્યો, કારણ કે “ગૃહવ્યવસ્થા ગ્રહના સ્વામીને જ અનુસરે છે.” હવે શ્રાવક અનુક્રમે પ્રમાદની બહુળતાથી પોતાના નિયમમાં શિથિલ થતો ગયે. તે કાર્યની વ્યાકુળતાથી પ્રભાતે અને સાંજે ત્યાજ્ય બે ઘડીની અંદર પણ ભેજન કરવા લાગ્યો. અનુક્રમે સૂર્ય અસ્ત થતાં પશુ જમવા લાગ્યું. સમ્યફ પ્રકારે નિયમ પાળનાર ભદ્રક વિગેરે તેને પ્રેરતા ત્યારે તે “હજી તે દિવસ છે, કયાં રાત્રિ પડી છે?” એમ જવાબ દેતે. એટલે તેના અનુકરણથી તેનું કુટુંબ પણ બધું તેવુંજ શિથિલ થઈ ગયું. “અહા ! ગૃહસ્વામીની પ્રમાદબહુળતાથી પાપપ્રસંગની કેવી વૃદ્ધિ થાય છે ?" એકદા ભદ્રક રાજાના કાર્યની વ્યગ્રતાને લીધે પ્રભાતે અને 1 આ ત્રણે નામે ગુણનિષ્પન્ન હોવાથી પાછળથી પડેલા હતા-મૂળ નામ બીજા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust