________________ 160 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર - - “હે પ્રિયે ! જે વૃતાક, કાલિંગ અને મૂળક (મૂળા) ભક્ષણ કરે છે, તે મૂઢાત્મા અંતકાળે પણ મને સંભારી શકતો નથી.’ - અજ્ઞાત, 55 તથા ફઈ ( અજાયું ફળ) ખાવાથી ' જે નિષિદ્ધ પુષ્પફળમાં અજ્ઞાનથી પ્રવૃત્તિ થઈ જાય તો વ્રતભંગનો સંભવ છે, અને ઝેરી પુષ્પ યા ફળમાં પ્રવૃત્તિ થઈ જાય તો વંકચૂલ પલ્લીપતિના સૈનિકોની જેમ જીવિતને પણ ઘાત કરનાર થાય છે. તુચ્છકુળ–તે મધુક અને જંબૂવિગેરે. ઉપલક્ષણથી તુછપુષ્પ-કરીશ, આણિશિઘુ, મધુકાદિ. તુચ્છપત્ર-વર્ષાઋતુમાં તંદુલાયક (તાંજળજે) વિગેરે સમજવા. તેમાં બહુ જીવ રહેલા હોય છે. અથવા તુરછફળ તે અર્ધનિષ્પન્ન-કમળ એવી વાલ અને મગની સીંગ વિગેરેનું ભક્ષણ કરતાં, તથાવિધ તૃપ્તિ થતી નથી અને વિરાધના બહુ થાય છે. * ચળિતરસ–તે કહી ગયેલું અન્ન, વાસી ખીચડી અને પૂપિકા વિગેરે. તેમાં અનેક જંતુઓ ઉત્પન્ન થાય છે, અને તે પ્રત્યક્ષ દેખાય પણ છે, માટે તેને ત્યાગ કરે. “બે દિવસ ઉપરાંતના દહીંમાં છત્પત્તિ થાય છે તે શી રીતે સમજાય?” તેના ઉત્તરમાં કહે છે . કે-“તેમાં શાસ્ત્ર પ્રમાણ છે. કહ્યું છે કે –“જે મગ, અડદ વિગેરે દ્વિદળમાં કાચું ગેરસ પડે, તે તેમાં ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે. અને બે દિવસ ઉપરાંતના દહીંમાં પણ ત્રસ જી ઉપજે છે.’ વળી એમ સાંભળવામાં આવે છે કે–ધનપાળ પંડિતને પ્રતિબોધવા માટે આવેલા તેમના બંધુ શોભનમુનિએ બે દિવસ ઉપરાંતના દહીંના વાસણ ઉપર અળતાનું પુંભડું પડીને તેની ઉપર ચાલતા જીવ બતાવી આપ્યા, તેથી તેને પ્રતિબધ થયે.” આ પ્રમાણે બાવીશ અભ વર્જનિય છે. હવે અનંતકાય બત્રીશ છે, તે પણ ત્યાજ્ય છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે - સર્વ જાતિના કંદ–૧ સૂરણકદ, 2 વાકંદ, 3 આદ્રહરિદ્રા (લીલી હળદર), 4 આદ્રક (આદુ), 5 આધ્વંકચૂરે, 6 શતાવરી, 7 બિરાલી, 8 કુંઆર, 9 ચેહર, 10 ગચી, 11 લસણ, 12 વંશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust