________________ ઉપર શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. બહુ ધનથી પણ તૃપ્ત થતો નથી. જુઓ ! પિતાએ આપેલ કનિષ્ઠ બંધુઓનું રાજ્ય શું ભરતરાજાએ છીનવી ન લીધું ? અખલિત રીતે સેંકડે નદીઓ આવીને પડે છે છતાં શું સમુદ્ર પૂરાય છે ? અથવા જાજવલ્યમાન અગ્નિ બહુ કાષ્ઠથી પણ શું શાંત થાય છે? નથી થતો. મહા પરિગ્રહના સંબંધમાં એક દષ્ટાંત છે તે આ પ્રમાણે - - મહા પરિગ્રહમાં આસક્ત અને છ ખંડન અધિપતિ સુભૂમ ચક્રવત્તી ભરતક્ષેત્રના છ ખંડનું રાજ્ય કરતા હતા. તેને એકદા વિચાર આવે કે –“બીજા ઘણા ચક્રવીઓ છ ખંડના અધિપતિ તે થયા છે, પણ હું જે બાર ખંડને અધિપતિ થાઉં તે વિશેષ ગણાઉં.” એમ ચિંતવીને સૈન્ય અને વાહન સહિત ચર્મરત્નના ગથી તે લવણસમુદ્ર ઉપર થઈને ધાતકીખંડ તરફ ચાલ્યો. માર્ગમાં ચર્મરત્નના અધિષ્ઠાયક સહસ્ત્ર દેએ વિચાર કર્યો કે - “આ ચર્મરત્ન જળપર તરે છે તે અમારે પ્રભાવ છે કે ચક્રવર્તીને પ્રભાવ છે?” એમ ચિંતવીને બધા દે ચર્મરત્નને તજીને અલગ થઈ ગયા. એટલે તેના પ્રભાવથી લવણસમુદ્રમાં તરતું ચકવરીનું ચર્મરત્ન ડૂબી ગયું, હાથી, ઘોડા અને ચોધાદિ સર્વે પાણીમાં ડૂબીને મરણ પામ્યા અને લેભમાં લપટાયેલ ચકવત્તી મરણ પામીને સાતમી નરકે ગયે. આ બધું મહા આરંભ અને મહા પરિગ્રહનું ફળ જાણીને વિવેકી જનેએ મહા આરંભ અને મહા પરિગ્રહનો ત્યાગ કરે. | માંસાદિના ભક્ષણથી પણ નરકપાત થાય છે. આદિ શબ્દથી અભક્ષ્ય અને અનંતકાયનું ભક્ષણ પણ વજેવું. તેમાં અભક્ષ્ય બાવશ છે તે આ પ્રમાણે પાંચ ઉદુંબર, ચાર વિગઈલ, હિમ°, વિષ, કરાર, સર્વ જાતિની માટી, રાત્રિભેજનક, બહુબીજ", અનંતકાય, બળ અથાણું, ઘેલડાં, વેંગણ૯, કોમળ ફળ-ફૂલ°, તુચ્છ ફળ અને ચલિતરસર–એ બાવીશ અભક્ષ્ય ત્યાજ્ય છે, તેની વ્યાખ્યા આ પ્રમાણે - વટ, પીંપલ, ઉદુંબર, લક્ષ અને કાકેદુંબર એ પાંચ વૃક્ષનાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust