________________ ગઇ ઝાન : પદ ડાગાગ, * બાવીશ અભક્ષ્યાને mmmmmmmmmmmmmmmm ફળ મછરની જેવા ઉડતા બહુ સૂક્ષ્મ જીવડે ભરેલા હોવાથી તેવજનીય છે, લાકિકમાં પણ એ અભય કેહેવાયું છે ? ચાર મહા વિગઈ-મધ, માંસ, મધ અને માખણ-એ અભક્ષ્ય છે, કારણ કે તેમાં તે તે વર્ણના અનેક સંમૂછિમ જીવ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે –“મા, મધુ, માંસ અને માખણ–ચારમાં તે વર્ણના જંતુ ઉત્પન્ન થાય છે અને મરે છે.” વળી જૈનેતર શાસ્ત્રમાં પણ કહ્યું છે કે:-“મા, માંસ, મધ અને છાશથી અલગ થયેલ માખણમાં ઘણા સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન અને લીન થાય છે.” “સાત ગામ અગ્નિથી બા ળતાં જેટલું પાપ લાગે તેટલું પાપ મધના એક બિંદુના ભક્ષણથી થાય છે.” મધ બે પ્રકારનું હોય છે-કાષ્ઠનું અને પિષ્ટનું. જળચર, સ્થળચર અને ખેચરના ભેદથી માંસ ત્રણ પ્રકારે છે. માક્ષિક, કૌત્રિક અને ભ્રામર એમ મધ ત્રણ પ્રકારે છે. ગાય, ભેંસ, બકરી અને ગાડરનું - એમ માખણ ચાર પ્રકારે છે. હિમ (બરફ) પ્રગટ રીતે અસંખ્ય અપકાયના પિંડરૂપ છે. અહીં કેઈ શંકા કરે કે-જળ પણ અસંખ્ય જીવમય છે, માટે જળ પણ અભક્ષ્ય છે.” આ કથન સત્ય છે, પણ પાણુ વિના નિવહ ન થાય અને બરફ-કરા વિગેરે વિના તે નિર્વાહ થઈ શકે, માટે તેનો નિષેધ છે, પણ જળને નિષેધ નથી. તથાપિ શ્રાવકને પ્રાસુક જળ પીવું તેજ ઉચિત છે. ખડી વિગેરે સર્વ જાતની માટી ત્યાજ્ય છે-તેનું ભક્ષણ ન કરવું, કારણ કે માટીનું ભક્ષણ કરવાના વ્યસનવાળી સ્ત્રીઓને પાંડુરોગ, દેહદૌર્બલ્ય, અજીર્ણ, શ્વાસ અને ક્ષયરોગ-વિગેરે થતા જેવામાં આવે છે, અને તે મહા અનર્થ કરે છે, એટલું જ નહિ પણ મરણત કષ્ટ ઉપજાવે છે. વળી સચિત્ત માટીનું ભક્ષણ કરતાં અને સંખ્ય પૃથ્વીકાય જીવોની વિરાધના થાય છે. કહ્યું છે કે આદ્ર આમળા જેટલી માટીમાં જેટલા જીવ હોય છે, તે દરેકના શરીર પારેવા જેવડા કરવામાં આવે તો તે જંબૂદ્વીપમાં સમાઈ ન શકે.” જે એમ હોય તે પછી લવણ પણ અસંખ્ય પૃથ્વીકાય જીવવાળું ' - 20 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust