________________ AAA w ત્રણ વ્યવહારીની કથા, ધનમિત્ર તે લઈ લેવડદેવડ ચુકતે કરી ધનની નિબિડ ગ્રંથિ બાંધીને પિતાના ષ્ટ બંધુ પાસે આબે, ત્રીજો ભાઈ પણ ત્યાં આવ્યું. પછી ત્રણે ભાઈઓ ઉત્સુક થઈ માર્ગને યોગ્ય સામગ્રી કરાવીને ચાલવા તૈયાર થયા. ગણુને વેચાય, માપીને વેચાય, કાપીને વેચાય અને જેમને વેચાય એવી વસ્તુઓના-કરિયાણાના શક ભર્યા પછી વિનયશીલ ધનદેવ બધા શ્રેણીજનની શીખ માગીને સેવક, પરિજન અને શકટથી પરિવૃત્ત થઈ ત્યાંથી ચાલ્યા. અવિચ્છિન્ન પ્રમાણે ચાલતો તે બંને બંધુ સહિત સ્વનગરે અને સ્વગૃહે આવ્યું. ત્યાં ત્રણે ભાઈ ભક્તિપૂર્વક પિતાના ચરણે નમ્યા. પછી ભેજન કરીને એકાંતે તેમના પિતાએ તેમને પૂછયું કેતમે શું કર્યું? શું મેળવ્યું? અને શો વધારે કર્યો? તે કહે.” એટલે જયેષ્ઠપુત્ર ધનદેવે કહ્યું- હે તાત! આપના આપેલાં આ ત્રણે રત્ન ગ્રહણ કરે, અને આ લાભ થયે તે . મેં આ વ્યાપાર કર્યો.' એમ કહીને તેણે ત્રણે રત્નો પિતાને આપ્યા, અને લાભ થયે હતો તે પણ રજુ કર્યો, પછી બીજાએ કહ્યું કે-“હે તાત! તમારાં આપેલાં આ રત્ન ગ્રહણ કરે. એના વ્યાજમાં જે દ્રવ્ય આવ્યું, તે મેં વાપર્યું, અને તેમાંથી આટલું વધ્યું.” એમ કહી પિતાને રત્ન સપીને પુન: તેણે કહ્યું-ફરી પણ મારે તે અહીં જ વેપાર કરવો છે.” પછી ત્રીજાએ કહ્યું કે-“હે તાત! તે રને પ્રમાદના વશથી મેં તા ત્યાંજ વાપરી નાંખ્યા, તેથી હું નિધન થઈ ગયે, અને મજુરીનું કામ કરીને નિર્વાહ કર્યો, માટે મારે અપરાધ ક્ષમા કરો.” પિતાએ ત્રણે પુત્રનાં વાકયો સાંભળીને મનમાં વિચાર કરી સર્વ જન સમક્ષ યેષ્ઠ પુત્રને સર્વ ભંડાર સેંપી તેને ઘરનો સ્વામી આ બનાવ્યો અને સર્વને કહ્યું કે-આની આજ્ઞા એ માનવી, કેઈએ ઓળંગવી નહિ.” પછી બીજા પુત્રને વસ્તુ, વ્યાપાર અને કરિયાણા સેંપીને કહ્યું કે તારે અહીં રહીને વ્યાપાર કરવો, અને જ્યેષ્ઠ બંધુની આજ્ઞાપ્રમાણે સર્વ કામ કરવાં.” ત્રીજા પુત્રને ખાંડવા, 1 ક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust