________________ ' ધનસારની કથા.. 123 " अभयं सुपत्तदाणं, अणुकंपा उचिय कित्तिदाणं च / दोहणवि मुरको भणिओ, तिनिवि भोगाइया विति" // અભય, સુપાત્ર, અનુકંપા, ઉચિત અને કીર્તિએ પાંચ પ્રકારે દાન કહેલ છે. તેમાં પ્રથમનાં બે દાન મોક્ષનાં નિમિત્ત છે અને પાછલાં ત્રણ દાન ઐહિક ભેગાદિકનાં નિમિત્ત છે.” જે પુરૂષ પોતાની લક્ષ્મીને પુણ્યમાં વાપરે છે તેને તે વારંવાર ચાહે છે, બુદ્ધિ તેને શોધે છે, કીર્તિ તેને જોયા કરે છે, પ્રીતિ તેનું ચુંબન કરે છે, સેભાગ્ય તેની સેવા કરે છે, આરેગ્ય તેને આલિંગન કરે છે, કલ્યાણ તેની સન્મુખ આવે છે, સ્વર્ગને ઉપગ તેને વરે છે, અને મુક્તિ તેને વાંછે છે. જો કે દાન તે ગમે તેને આપવું જ, પણ જે સુપાત્રે દાન આપવામાં આવે તે દાતા શાલિભદ્રની જેમ સદા અભીષ્ટ વસ્તુ પામે છે. પાત્રાભાવે જ્યાં ત્યાં આપતાં પણ કુબેરની જેમ ગઈ લક્ષ્મી પાછી આવે છે. તે સાંભળીને ધનસારે પૂછયું કે:-“હે ભગવન્ ! એ કુબેર કે? અને તે લક્ષ્મી કેમ પા ?" એમ પૂછતાં મુનિ બોલ્યા કે-“હે ભદ્ર ! સાંભળ– લક્ષમીથી વિશાળ એવા વિશાલપુરમાં ગુણહથ રાજા રાજ્ય કરતો હતો. ત્યાં કુબેરના જે ધનવાન કુબેર નામે વ્યવહારી રહેતું હતું. સમૃદ્ધિમાન એવો તે પુષ્પમાળા, ચંદન, વનિતાના વિલાસ, ગીત, ગાનાદિક તથા વસ્ત્રાભરણાદિકથી સુખ ભેગવતે હતે. એકદા દિવ્ય રૂપવાળી અને શ્રેષ્ઠ વેષથી વિભૂષિત એવી લક્ષ્મીદેવી રાત્રે તેના ઘરે આવીને સુતેલા એવા તેને કહેવા લાગી કે:-“અહો! તું જાગે છે કે નિદ્રામાં છે?” એમ સાંભળી તરત સસ મથી ઉઠીને તે બે કે –“હે માત! હું જાગ્રત છું, તમે કોણ છે? તે બોલી કે –“હું લક્ષ્મી છું. ભાગ્યથીજ મારૂં આગમન અને સ્થિતિ થાય છે. હવે તારું ભાગ્ય ક્ષીણ થયું છે, માટે તારે ઘરેથી હું ચાલી જઈશ.” આ પ્રમાણે સાંભળી તાત્કાલિક બુદ્ધિવાળે તે બે કે -જે એમ હોય, તે સાત દિવસ રહે, પછી જજે. એટલે તે વાત કબુલ કરીને લક્ષમીદેવી અદશ્ય થઈ ગઈ. ત્યાર પછી તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust