________________ પશુ વળીને વાલા અન્ય વિષમ ગયે 126 શ્રી પાર્શ્વનાથ ચરિત્રભાષાંતર , જાએ કુબેરને સત્કાર કર્યો અને હજામને પણ મુક્ત કર્યો, એટલે તે બંને સ્વસ્થાને ગયા. ત્યાર પછી કુબેર વિશેષ ધર્મકૃત્યમાં તત્પર થયે, અને પ્રાંતે તે પુણ્ય કરવાથી સ્વર્ગે ગયે.” - આ પ્રમાણે કેવળી ભગવંતે કહેલું દ્રષ્ટાંત સાંભળી ધનસાર સંવેગ પામીને બોલ્ય:-“હે પ્ર! જે એમ હોય તે માટે અત્યારથી પરિગ્રહને નિયમ થાઓ. હવે પછી હું જે ઉપાર્જન કરીશ તેમાંથી અર્ધ ધર્મકાર્યમાં વાપરીશ અને કેઈને પણ દોષ ગ્રહણ કરીશ નહીં.” આ પ્રમાણે ધનસારે જિનપ્રભુત ગૃહસ્થ ધર્મના બીજા પણ કેટલાક નિયમ લીધા અને પૂર્વ ભવમાં જેને અપરાધ કરે એવા તે કેવળીને વારંવાર ખમાવ્યા. પછી ભવ્યજનેને પ્રતિબંધ આપતા કેવળી ભગવંત અન્યત્ર વિહાર કરી ગયા, અને તે શ્રેણી પણું પરિભ્રમણ કરતા તામ્રલિપ્તિ નગરીએ ગયે. ત્યાં વ્યંતરના પ્રાસાદમાં કાર્યોત્સર્ગી રહ્યો, એટલે વ્યંતરે કુપિત થઈને તેને અતિ ભીષણ ઉપસર્ગો કર્યા. સૂર્યોદયપર્યત તેણે ઉપસર્ગ કરવા ચાલુ રાખ્યા, પણ મેરૂ સમાન ધીર અને નિષ્પકંપ એ તે લેશ પણ ચળાયમાન ન થયું. તેને દઢ ઈદેવ સંતુષ્ટ થઈને બે કે - હે મહાભાગ! તને ધન્ય છે, તારા માતપિતા પણ ધન્ય છે, કે ગૃહસ્થ છતાં તારી આવી દઢ મતિ છે, હું તારા સાહસથી સંતુષ્ટ થયો છું, માટે કંઈક વર માગ.” આ પ્રમાણે સાંભળીને ધ્યાનસ્થ એવા તેણે ઉત્તર ન આપે. એટલે દેવ બોલ્યો કે –“હે ભદ્ર! જે કે તું ઈચછારહિત છે, તથાપિ તું મારા કહેવાથી મથુરામાં તારે ઘરે જા, પૂર્વવત તું મહદ્ધિક થઈશ.” એમ કહી તેને ખમાવીને દેવ અદશ્ય થયે. પછી કાયેત્સર્ગ પારીને શ્રેણીએ મનમાં વિચાર કર્યો કે:-“મારે ધનનું શું પ્રયજન છે? તથાપિ પૂર્વના કાર્પશ્ય-મળને દૂર કરું.” એમ વિચારી તે મથુરામાં પોતાને ઘેર ગયે. " એકદા તે નિધાનના સ્થાન જુએ છે, તે સર્વત્ર પૂર્વવત દ્રવ્ય તેના જોવામાં આવ્યું, અને દેશાંતરમાં મેકલાવેલ કયામુક વિગેરેનું દ્રવ્ય પણ દિવસે દિવસે આવવા લાગ્યું. તેમજ લોકેએ જે દબાવી અતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust