________________ 138 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર કારણ છે.” તેથી દુષ્પાપ્ય મનુષ્યભવ પામીને ધર્મમાં યત્ન કરે; મનુષ્યભવ વૃથા ને ગુમાવ. કારણ કે જેમાં ત્રણ વાણીયા મૂળ દ્રવ્ય લઈને વ્યાપાર માટે નીકળ્યા–તેમાં એકે લાભ મેળવ્યો, બીજાએ મૂળ દ્રવ્યને જ કાયમ રાખ્યું અને ત્રીજાએ મૂળ દ્રવ્ય પણ ગુમાવ્યું. જેમ આ ઉપમા વ્યવહારમાં છે, તેમજ ધર્મમાં પણ સમજી લેવી. તે દષ્ટાંત આ પ્રમાણે છે - જંબુદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં અયોધ્યા નામે નગરીમાં ધન્ય નામને વ્યવહારી રહેતો હતો. તેને ગુણવતી અને સ્નેહવતી ધનવતી નામે પ્રિયા હતી. તેને ધનદેવ, ધનમિત્ર અને ધનપાલ નામના ત્રણ પુત્ર થયા હતા. તે ત્રણે વન પામતાં બહુ બુદ્ધિના ભંડાર થયા. - એકદા શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે –“મારે ત્રણ પુત્રો છે, તેમાં ગૃહભાર આપવા લાયક કેણુ છે?” એમ વિચારી તેને નિર્ણય કરવા માટે ત્રણ પુત્રોને બેલાવીને કહ્યું કે –“હે વત્સ! સાંભળે. તમે પ્રત્યેક ત્રણ ત્રણ રન લઈને દેશાંતરમાં જાઓ, અને પિતપોતાની બુદ્ધિથી વ્યાપાર કર.” એટલે તેમણે પિતાનું વચન કબુલ કર્યું. પછી શ્રેષ્ઠીએ તે પ્રત્યેક પુત્રને સવાકેટી મૂલ્યના ત્રણ ત્રણ રને આપ્યા, એટલે તેમણે લઈને ગપગ્યા પછી શ્રેષ્ઠીએ પુનઃ કહ્યું કે - જ્યારે હું બેલાવું ત્યારે તમારે સત્વર આવવું.” આ પ્રમાણેનું પિતાનું વચન સાંભળીને તે ત્રણેમાં જ્યેષ્ઠ પુત્ર ધનદેવ કે જે અપ્રમાદી હતો તે તત્કાળ પિતાનું વચન પ્રમાણ કરીને વિજય મુહૂર્ત ત્યાંથી નીકળ્યાં. જતાં જતાં તેણે બે નાના ભાઈઓને કહ્યું કે:“હું નગરની બહાર રસ્તામાં તમારી રાહ જેતે બેસું છું, ત્યાં તમારે સત્વર આવવું. આ પ્રમાણે બને બંધુને કહી, પિતાના ચરણને પ્રણામ કરી તે નગરની બહાર જઈને બેઠે. બીજે બંધુ ધનમિત્ર ક્ષણવાર રાહ જોઈને સત્વર ચાલ્ય, અને ધનદેવને જઈને મળે. ત્રીજે તે ભેજન કરી ક્ષણવાર વિસામે લઈને પછી ઘરેથી ચાલ્યો. રસ્તામાં ત્રણે ભેગા થઈ ગયા પછી દેશાંતરના માર્ગે ચાલતા થયા. P.P.Ag Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust