________________ છઠ્ઠો ભવ. 137 ~ ~~~~ ~~~~~~~ ~~~~ “દયા-એ ધર્મની માતા છે, કુશળ કર્મને વિનિયોગ-એ ધર્મને જનક છે, શ્રદ્ધા–એ તેની વળ્યા છે અને સમસ્ત સુખ–એ તેના અપત્ય છે.” ચતુર્વિધ સંઘ, જિનબિંબ, જિનચૈત્ય અને આહંત- આગમ-સુજ્ઞ જનોએ ધર્મના એ સાત ક્ષેત્રો કહ્યા છે. ગુરૂને વિનય કર, સાધુજનની સંગતિ કરવી, વિવેકમાં મન રાખવું અને ઉત્તમ સવને ત્યાગ ન કરે. વિનય, વિવેક, સુસંગ, અને સુસત્વ-એ ગુણે લોકિક વ્યવહારમાં પણ લાવ્ય ગણાય છે, લોકોત્તરમાં તે એ વાત જ છે.” - “હે કુબેર ! તું રાજપુત્ર થઈને અશ્વપર આહણ કરે છે અને આ સેવકે તારી સેવા કરે છે, તેમાં શો હેતુ હશે? વિચાર કરતાં જણુંશે કે ધર્મજ ત્યાં હેતુ છે. એ કારણ માટે જીવાદિ પદાર્થો વિદ્યમાન છે.” આ પ્રમાણેનાં ગુરૂવચન સાંભળીને કુબેરકુમાર બોધ પામી, ઉભે થઈ, ઉત્તરાસંગ કરી, ત્રણ પ્રદક્ષિણા દઈ, ગુરૂના ચરણકમળને નમસ્કાર કરીને અંજલિ જેડી કહેવા લાગ્યું કે:-“હે ભગવન્ ! તમે જે કહ્યું તે પ્રમાણ છે. હવે મને ધર્મતત્ત્વ વિસ્તારથી કહો.” એટલે ગુરૂ બોલ્યા કે “હે કુબેર! તને ધન્ય છે. તારી ઈચ્છા પણ શ્રેષ્ઠ છે, તે હવે ધર્મતત્ત્વ સાંભળ. કહ્યું છે કે - " यथा चतुर्भिः कनकं परीक्ष्यते, निघर्षणच्छेदनतापताडनैः। तथैव धर्मो विदुषा परीक्ष्यते, श्रुतेन शीलेन तपोदयागुणैः / / “જેમ નિઘર્ષણ, છેદન, તાપ અને તાડન-એ ચાર પ્રકારે કનકની પરીક્ષા કરાય છે, તેમ શ્રુત, શીલ, તપ અને દયા–એ ચાર ગુણથી સુજ્ઞજન ધર્મની પરીક્ષા કરે છે.” વળી ધર્મ, અર્થ, કામ અને મેક્ષ–એ ચાર પુરૂષાર્થો છે, તેમાં મુખ્ય પુરૂષાર્થ ધર્મજ છે. ધર્મ સ્વાધીન થાય, એટલે અન્ય ત્રણ પુરૂષાર્થો સત્વર સ્વાધીન થાય છે. કહ્યું છે કે આ સંસારમાં મનુષ્યજન્મ સારભૂત છે, તેમાં ત્રણ વર્ગ સારભૂત છે અને ત્રણ વર્ગમાં પણ ધર્મ સારભૂત છે, ધર્મમાં પણું દાનધર્મ અને દાનમાં પણ વિવાદાન-એ પરમાર્થસિદ્ધિનું મૂળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust