________________ છઠ્ઠો ભવ. 135 દિકનું તમે જે સ્થાપન કર્યું તે આકાશપુષ્પવત્ મિથ્યા છે. પ્રથમ આત્મા જ નથી, એટલે ગુણે નિરાધાર હોવાથી રહેતાજ નથી–નખજ થાય છે. ઘટપટ વિગેરે પદાર્થોની જેમ જે પ્રત્યક્ષ દેખાય છે તેજ સત્ય છે. જીવ ઈદ્રિયગ્રાહ્ય નથી માટે જીવ નથી, અને જીવનો અભાવ હોવાથી ધર્મ પણ નથી. જેમ માટીના પિંડથી ઘટ તૈયાર થાય છે તેમ પૃથ્વી, પાણું, તેજ, વાયુ અને આકાશ—એ પાંચ ભૂતથી આ દેહપિંડ થયો છે. કેટલેક કાળ ગયા પછી પણ તે પંચભૂત પિતપિતાના પદાર્થમાં અંતતિ થઈ જાય છે. જ્યારે જીવજ નથી ત્યારે કણરૂપ તપથી સુખ કેને થાય? શી રીતે થાય? કષ્ટથી તો કષ્ટકારી ફળજ મળે, તેમજ વળી જીવના અભાવથી ધર્મને પણ અભાવ છે. નિમિત્તના અભાવે નૈમિત્તિકનો પણ અભાવજ સમજો.” આ પ્રમાણેનાં કુબેરનાં વચન સાંભળીને શાંતાત્મા મુનિ બેલ્યા કે –“હે દેવાનાં પ્રિય ! સાંભળ. યુક્તિવચનથી વિરૂદ્ધ ન બેલ, જેમ કઈ “મારી માતા વંધ્યા” એમ કહે તેમ તું જીવને અભાવ સિદ્ધ કરે છે, પરંતુ તે બધું અઘટિત છે. જીવ જ્ઞાનવડે પ્રમાણુવાળ છે, તે ઇન્દ્રિયગોચર નથી. આત્મા ચર્મચક્ષુવાળા જીવને ઇદ્રિયગેચર નથી, પણ તે પરમજ્ઞાનીઓને જ્ઞાનગોચર છે. પૃથ્યાદિ પાંચે પદાર્થો અચેતન છે અને જીવ ચેતનાલક્ષણ છે. કહ્યું છે કે-ચેતના, ત્રાસ સ્થાવર, ત્રણ વેદ, ચાર ગતિ, પાંચ ઇંદ્રિય અને છ કાય-એ ભેદથી જીવ એકવિધ, દ્વિવિધ, ત્રિવિધ, ચતુર્વિધ, પંચવિધ અને પવિધ કહેવાય છે.” વળી બાલ્યવયમાં જે કર્યું અને ભગવ્યું તે જીવ વિના વૃદ્ધવયમાં કેમ સાંભરે? કોને સાંભરે? તે તે જીવને જ સાંભરે, પણ પૃથ્યાદિ અચેતન પદાર્થોમાં તેવી સ્મરણશક્તિ નથી, માટે જીવ છે, ધમધર્મ પણ છે, અને યક્ત ધર્મ અધર્મને જોક્તા જીવ ચૈતન્ય લક્ષણવાળે છે. જેમ નવા ઉગેલા અંકુરથી ભૂમિમાં રહેલા બીજનું અનુમાન થાય છે, તેમ સુખ દુઃખથી પૂર્વભવનાં કરેલાં શુભાશુભ કર્મનું અનુમાન થાય છે. તે આ પ્રમાણે કેટલાક અને વિચિત્ર 1 આવું સંબોધન ભૂખને કરાય છે, બીજાને દેવાનુપ્રિય કહેવાય છે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust