________________ છઠ્ઠો ભવ. 133. - જ્ઞાનના જાણનારને તેમાં અંતરાય કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. ધર્મનો અંતરાય કરવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. કહ્યું છે કે –“સર્વજ્ઞ, ગુરૂ અને સંઘને પ્રતિકૂળ થવાથી તીવ્ર અને અનંત સંસાર વધારનાર દર્શનાવરણીય કર્મ બંધાય છે. અનુકંપા, ગુરૂભક્તિ, અને ક્ષમાદિકથી સુખ (સાતા) વેદનીય કર્મ બંધાય છે અને તે કરતાં વિપરીત કરવાથી દુઃખ (અસાતા) વેદનીય કર્મ બંધાય છે. કહ્યું છે કે - જ્યારે મહોદયથી તીવ્ર અને જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તેના પ્રભાવથી કેવળ (અસાતા) વેદનીય કર્મ બંધાય છે અને એનેંદ્રિયપણું પ્રાપ્ત થાય છે.” રાગ, દ્વેષ, મહામહ અને તીવ્ર કષાયથી તથા દેશવિરતિ અને સર્વવિરતિને પ્રતિબંધ કરવાથી મેહનીયકર્મ બંધાય છે. મન, વચન અને કાયાના વર્તનમાં વક્રપણે ચાલવાથી તથા અભિમાન કરવાથી અશુભ નામકર્મ બંધાય છે, તથા સરલતા વિગેરેથી શુભ નામકર્મ બંધાય છે. * ગુણને ધારણ કરવાથી, પરગુણને ગ્રહણ કરવાથી, આઠ મદને - ત્યાગ કરવાથી, આગમ સાંભળવામાં પ્રેમ રાખવાથી અને નિરંતર જિનભક્તિમાં તત્પર રહેવાથી ઉચ્ચગોત્ર બંધાય છે અને તે કરતાં વિપરીત વર્તવાથી નીચ ગેત્ર બંધાય છે. અજ્ઞાનતપ, અજ્ઞાનકષ્ટ, અણુવ્રત અને મહાવ્રતથી દેવ આયુ બંધાય છે. કહ્યું છે કે - અકામનિર્જરાથી, બાલતપસ્યાથી, અણુવ્રતથી અને મહાવ્રતથી તેમજ સમ્યગ્રષ્ટિપણાથી દેવ આયુ બંધાય છે.' જે દાનશીલ, અલ્પકષાયી, અને સરલ સ્વભાવી હોય તે મનુષ્ય આયુ બાંધે છે. કહ્યું છે કે:-“શીલ અને સંયમ રહિત છતાં પણ સ્વભાવે અ૫કષાયી અને દાનશીલ હોય તે મધ્યમ ગુણોથી 1 અન્યત્ર દર્શનાવરણીય કર્મના બંધહેતુ જુદી રીતે કહ્યા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust