________________ છઠ્ઠો ભવ. 131 વજનાભ નામ રાખ્યું. પછી પિતાના આનંદની સાથે પુણ્યપુગળાથી વૃદ્ધિ પામતા તેણે બાલ્યાવસ્થામાં સમસ્ત કળા ઓ ગ્રહણ કરી. કળાકલાપથી સંપન્ન ચંદ્રમાની જેમ - તે કુવલય” (પૃથ્વલય) ને આનંદદાયક થઈ પડ્યો. અનુક્રમે તે ઉજ્જવલ વન પામ્યા. તેનું અદ્દભુત ભુજાબળ પ્રસરવા લાગ્યું. ' સંગીત, શાસ્ત્ર અને શાસ્ત્રના વિદથી તથા કાવ્ય, કથા અને સ્વજનગેઝીના રસથી ક્રીડા કરતાં તે કાળક્ષેપ કરવા લાગે. એકદા અંગ દેશને ચંદ્રકાંત નામનો રાજા પિતાની પુત્રી વજનાભને આપવા માટે પુત્રીને લઈને ત્યાં આવ્યું, એટલે કુમાર પણ વિજયા નામની કન્યાને તેના આગ્રહથી પર. પછી કુમાર તે રમણીય રમણી સાથે પંચવિધ વિષયસુખ ભેગવવા લાગે. અન્યદા કુમારના મામાને કુબેરનામે પુત્ર પિતાના માબાપપર રૂષ્ટમાન થઈ વજનાભની પાસે આવીને રહ્યો. તે કુબેર નાસ્તિકવાદી હોવાથી કુમારને ધર્મમાં તત્પર જોઈને બોલ્યો કે –“અરે! મુગ્ધ! આ કષ્ટકલ્પના કેવી? કેણે તને એમ કહીને છેતર્યો છે કે સદ્ધર્મથી સદગતિ થાય છે? એ બધું ખોટું છે; માટે મન, વચન અને કાયાના ઈચ્છિત પૂર, તેને ઈષ્ટ વસ્તુ આપ !" રાજકુમાર તેનું આવું કથન સાંભળીને મૈનપણે વિચારવા લાગ્યું કે -કુગ્રહ (કદાગ્રહ) થી ગ્રથિળ થયેલા જનો સાથે વિવાદ કરતાં મતિભ્રંશ થાય છે, માટે કઈ જ્ઞાની પાસેથી એને બોધ પમાડીશ.”એમ ચિંતવીને તે બેસી રહ્યા. એકદા ઘણા મુનિઓના પરિવારથી પરવરેલા લેકચંદ્રસૂરિ બહારના અશોકવનમાં સમવસર્યા. તેમનું આગમન સાંભળીને ઘણુ નગરજને તેમને વંદન કરવા ગયા, અને કુબેરસહિત કુમાર પણ મુનીશ્વરને વંદન કરવા ગયા. ત્યાં કુમારે વિધિપૂર્વક શુદ્ધ ભાવથી મુનીશ્વરને વંદન કર્યું અને કુમારના ઉપરથી કુબેરે પણ તેમને પ્રણામ કર્યા. પછી કુમાર વિગેરે યથાયોગ્ય સ્થાને બેઠા, એટલે 1 ચંદ્રપક્ષે કુવલય એટલે કમળ. 2 બંગ-બંગાળ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust