________________ 134 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. vvvvv મનુષ્ય-આયુ બાંધે છે.” બહુ કપટી, શઠ, સન્માર્ગ ઓળંગી ઉમાગે ચાલનાર, હૃદયમાં શલ્ય રાખનાર અને બાહ્ય વૃત્તિથી ખમાવનાર તિર્યંચ આયુ બાંધે છે. કહ્યું છે કે –“ઉન્માર્ગે ચાલનાર, માર્ગને નાશ કરનાર, બહુમાયાવી, શઠવૃત્તિવાળો અને સશલ્ય તિર્યંચ આયુ બાંધે છે.” મહાઆરંભી, બહુ પરિગ્રહી, માંસાહારી, પંચંદ્રિયને વધ કરનાર અને આર્ત તથા વૈદ્રધ્યાન કરનાર નરક આયુ બાંધે છે. કહ્યું છે કે –“મિથ્યાષ્ટિ, કુશીલ, મહાઆરંભ કરનાર અને મહા પરિગ્રહ રાખનાર, પાપી અને ક્રૂર પરિણમી નરકાયુ બાંધે છે.” - જે સામાયિક, પિષધ, પ્રતિકમણ, વ્યાખ્યાન અને જિનપૂ. જામાં વિન્ન કરે તે અંતરાયકર્મ બાંધે છે. કહ્યું છે કે –“હિંસાદિકમાં આસક્ત, દાન અને જિનપૂજામાં વિદ્મ કરનાર જીવ અભીષ્ટાથને બાધ કરનાર અંતરાયકર્મ બાંધે છે.” જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અને અંતરાય-એ ચાર કર્મોની ત્રીશ ત્રીશ કોડાકડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કલાકેડી સાગરોપમની છે. નામકર્મ અને ગોત્ર કર્મ–એ પ્રત્યેકની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કે ડાકડી સાગરોપમની છે. આયુકર્મની તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની છે. નામ અને ગોત્ર કર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે અને શેષ કર્મોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. જ્યારે જીવ એ કર્મોની ગ્રંથિને ભેદ કરે ત્યારે સભ્યત્વ પામે છે અને સમ્યકત્વ પામવાથી તે ધર્મરસિક થઈને શનૈઃ શનૈઃ પોતાના મનને જિનધર્મમાં દઢ કરે છે, પછી તે ગૃહસ્થધર્મ યા યતિધર્મને પાળતાં કર્મમળરહિત થાય છે અને પ્રાંતે તે પરમપદને પામે છે, માટે ભવ્ય જનેએ અહર્નિશ ધર્મ કરવાની બુદ્ધિ રાખવી.” . આ પ્રમાણેની ગુરૂમહારાજની દેશના સાંભળીને ગર્વથી ઓષ્ટપુટને ફરકાવતે કુબેર બે કે –“હે આચાર્ય ! આટલે વખત વૃથા કંઠશેષ કર્યો, આ બધું તમારું કથન યુદ્ધાતદ્ધા છે. ધર્મકમ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust