________________ 132 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર સૂરીશ્વરે ધર્મઉદ્યાનને સુધાસમાન ધર્મદેશના દેવાને પ્રારંભ કર્યો. તે આ પ્રમાણે - * “હે ભવ્ય જી! આ જીવ સ્વભાવે સ્વચ્છ છતાં કર્મમળથી મલિન થઈ ચતુર્ગતિરૂપ સંસારમાં ભમતાં વિવિધ દુ:ખ પામે છે. એટલે જીવ સ્વછ–નિર્મળ છતાં કર્મને લઈને સંસારમાં ભમે છે અને વિવિધ દુઃખને પામે છે. તે કર્મ આઠ પ્રકારના છે.જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, નામ, ગોત્ર, આયુ અને અંતરાય. તેમાં જ્ઞાનના પાંચ ભેદ છે –મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. તે જ્ઞાનેને જે આવરે-આચ્છાદિત કરે તે જ્ઞાનાવરણકર્મ, દર્શનાવરણકર્મ નવ પ્રકારે છે–ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને થીણુદ્ધિ–એ રીતે નવવિધ દર્શનાવરણકર્મ. વેદનીયકર્મ બે પ્રકારે છે–સાતવેદનીય અને અસતાવેદનીય. મેહનીયકર્મના અઠ્યાવીશ ભેદ છે તે આ પ્રમાણે -સેળ કષાય-ક્રોધ, માન, માયા અને લોભ-તે દરેકના ચાર પ્રકાર છે. સંજવલનકે, પ્રત્યાખ્યાનીધ, અપ્રત્યાખ્યાનીધ અને અનંતાનુબંધી કેધ. એમ માન, માયા અને લેભના પણ ચાર ચાર ભેદ હોવાથી 16 થાય છે. સંજવલનની સ્થિતિ એક પક્ષની, પ્રત્યાખ્યાનીની ચાર માસની, અપ્રત્યાખ્યાનીની એક વર્ષની અને અનંતાનુબંધીની જન્મપર્યત સ્થિતિ હોય છે. બીજા નવ નોકષાય કહેવાય છે. તેમાં હાસ્યાદિક છ-હાસ્ય, રતિ, અરતિ, શક, ભય અને જુગુપ્સા તથા ત્રણ વેદ તે પુરૂષદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ, કુલ નવ અને ત્રણ મેહનીયને સમ્યકત્વમોહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીય–એ પ્રમાણે મેહનીયકર્મના અઠ્યાવીશ ભેદ થાય છે. નામકર્મ દ્વિવિધ છે, શુભ અને અશુભ. (તેના ઉત્તરભેદ ઘણું થાય છે.) ત્રકમ દ્વિવિધતે ઉચગેત્ર અને નીચત્ર. આયુકર્મના ચાર ભેદ-તે દેવઆયુ, મનુષ્પઆયુ, તિર્યંચઆયુ અને નરક આયુ. અંતરાયકર્મ પંચવિધ–તે દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય ને વિયતિરાય... P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust