________________ પાંચમે ભવ. 129 એટલે તત્કાળ પૂર્વજન્મના વૈરથી ઉત્પન્ન થયેલા ફેધને લીધે રકત નેત્ર કરી તેણે તે મુનિને વીંટી લીધા. વિષથી ભીમ એવી દાઢથી તેમને ઘણા ડંખ માર્યો અને પછી તે સ્વસ્થાને ગયે. તે વખતે મુનિ ચિંતવવા લાગ્યા કે “અહો! કર્મ ક્ષય કરવામાં અમારે ઉપકારી છે.” એમ ચિંતવતાં દેહ અત્યંત વિષવડે વ્યાપ્ત થઈ જવાથી સર્વ પાપની આલોચના કરી સમસ્ત જંતુઓને ખમાવી અનશન કરી નમસ્કારનું ધ્યાન કરતાં તે મરણ પામ્યા અને બારમા દેવલોકમાં જે. બૂદુમાવત નામના વિમાનમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળા પ્રવર દેવ થયા, ત્યાં દિવ્ય સુખ જોગવતાં સમય ગાળવા લાગ્યા. કહ્યું છે કે –“દેવલોકમાં દેવને જે સુખ છે, તેનું જેને સે જીભ હોય અને સો વરસનું આયુષ્ય હેય એ પુરૂષ સદા વર્ણન કર્યા કરે, પણ પાર ન આવે.” - હવે પેલો સર્ષ રૈદ્રધ્યાનથી બહુ જીવેનું ભક્ષણ કરતે હેમાદ્રિ પર્વત પર દાવાનળથી દગ્ધ થઈ છઠ્ઠી તમપ્રભા નામની નરક પૃથિવીમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળો નારકી થયે, ત્યાં તે મુશળથી ખંડા, વજ મુદ્દોરથી કૂટા, કુંભમાં પચાત, તીક્ષણ કરવાથી છેદતો, કરવતથી કપાતે, ડુક્કર અને કુતરાઓથી ભક્ષણ કરાતો, મહાયંત્રમાં પીલાત, તપ્ત સંસાનું પાન કરાતે, લેખંડના રથમાં જેડાતો, શિલાતલપર આસ્ફાલન કરાતે, અગ્નિકુંડમાં ક્ષિપ્ત કરાતે, તપ્ત ધૂલિમાં સ્થાપન કરાતા તથા ક્ષેત્રસ્વભાવજન્ય દુઃખ અને અન્યન્યજન્ય મહા દુ:ખને અનુભવ કરતો સતે આયુષ્ય નિર્ગમન કરતે હતે. એક ક્ષણભર પણ તેને સુખ નહોતું. આનંદ આપવામાં કુશળ, ભવના તાપને હરનાર, ચતુર્વિધ શ્રી સંઘના સ્થાપક, સુરેદ્રને પૂજનીય, કલ્યાણના કરનાર તથા સંઘને હર્ષ આપનાર એવા શ્રી પાર્શ્વનાથ પરમાત્મા તમારું કલ્યાણ કરે. / / इति श्रीतपागच्छे श्रीजगचंद्रसूरिपट्टपरंपरालंकारश्रीपूज्यश्रीहमाविमल मूरिसंतानीयश्रीहेमसोमसरिविजयराज्ये पंडितश्रीसंघवीरगणिशि- 17 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust