________________ 124 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. કુબેરે પ્રભાતે જમીનમાં દાટેલું ધન બધું બહાર કઢાવ્યું. ઘરનાં માણસનાં સમસ્ત આભરણે, વાસણે અને વસ્ત્રો ભેગાં કરીને એક મેટે ઢગલો કરાવ્યું, અને પછી નગરમાં ઉલ્લેષણ કરાવી કે - અનાથ, દુઃસ્થિત, અને દુઃખિત માણસે બધા આવે, તેમને હું ઈચ્છિત દાન આપવા ધારું છું.” આ પ્રમાણેની ઉદ્દઘાષણ સાંભળીને જે જે દુઃખી જને આવ્યા તેને તેણે પુષ્કળ દાન આપ્યું. સર્વજ્ઞભવનમાં પૂજા સ્નાત્ર-મત્સાદિક કરાવ્યા, સુસાધુઓને વસ્ત્ર અને અન્નદાન આપ્યું, અનેક જ્ઞાનેપકરણાદિ કરાવ્યા તથા સાધમિવાત્સલ્યદક અનેક ધર્મકૃત્ય કર્યો. આ પ્રમાણે સાત દિવસમાં તેણે પુષ્કળ ધનને વ્યય કર્યો, માત્ર ભેજન જેટલું જ દ્રવ્ય બાકી રાખ્યું. સાતમે દિવસે રાત્રે તે એક જીર્ણ માંચાપર નિશ્ચિત થઈને સુઈ ગયે. એવામાં લહમીદેવી ત્યાં આવી વિલક્ષ થઈને બોલી કે - અહો કુબેર! જાગે છે કે નહિ?” કુબેર બેલ્યો નહિ, એટલે લક્ષમી બેલી કે –“કેમ મને ઉત્તર આપતું નથી ?' એમ કહી હાથ વડે તેને હલાવ્યું, એટલે સંભ્રાંતની જેમ તે ઉઠ્યા અને બે કે: હે માત ! આપ પધાર્યા છે એવી મને ખબર નહોતી, ક્ષમા કરજે, ધનને અભાવ હોવાથી નિશ્ચિત થવાને લીધે આજે મને સુખનિદ્રા આવી ગઈ હતી.” લક્ષ્મી બોલી કે –“હવે તારે ઘરેથી જવાને સમર્થ નથી, કેમકે તે દાનપાશથી મને સપ્ત રીતે બાંધી લીધી છે. કુબેર બોલ્યો કે - “કોણ કોઈને બંધન કરી શકે તેમ છે? તમારે જવું હોય તો ખુશીથી જાઓ.” દેવી બોલી કે - “હે ભદ્ર! મારાથી સ્વેચ્છાએ ગમન કયાં થઈ શકે છે? સાંભળ'भो लोका मम दूषणं कथमिदं संचारितं भूतले, सोत्सेका क्षणिका च निघृणतरा लक्ष्मीरिति स्वैरिणी। नैवाहं चपला न चापि कुलटा नो वा गुणद्वेषिणी, पुण्येनैव भवाभ्यहं स्थिरतरा युक्तं च तस्यार्जनम्" // હે લેકે ! લક્ષ્મી અભિમાની, ક્ષણિક, અત્યંત નિર્દય અને P.P.AC. Gunratnasuri M.S. - Jun Gun Aaradhak Trust