________________ ધનસારની કથા. * 125 અને સ્વેરિણી (કુલટા) છે એવું મારું દુષણ તમે ભૂતળપર કેમ પ્રસારું છે ! હું ચપલા, કુલટા કે ગુણàષિણ નથી, હું તે પુણ્યથીજ અત્યંત સ્થિર થઈ શકું તેમ છું; માટે તમારે મારી સ્થિતિ કરવી હોય તે પુણ્ય ઉપાર્જન કરવું ઉચિત છે.” હકુબેર! હું તે પુણ્યને વશ છું, તે પુણ્ય કર્યો, તેથી હું તારે ત્યાં સ્થિર થઈ છું.' શ્રેણી સંતુષ્ટ થઈને બોલ્યો કે:-“હે માત! ત્યારે તમે મારે ઘરે પાછા શી રીતે આવશો?” લક્ષ્મી બેલી કે હે ભદ્ર! સાંભળ-નગરની બહાર પૂર્વ બાજુના દરવાજા આગળ સરોવર ઉપર શ્રીદેવીનાં ભવનમાં જે અવધુત વેશે રહેલ માણસ હોય તેને નિમંત્રી, ભેજન કરાવીને મધ્ય ઓરડામાં લઈ જઈ તાડન કરજે, એટલે તે સુવર્ણ પુરૂષ થઈ જશે.” પછી પ્રભાતે દેવીના આદેશથી તે પ્રમાણે કરતાં તે સુવર્ણ પુરૂષ થઈ ગયો. તેને ખંડિત કરતાં પણ તે પાછો અક્ષયજ થઈ જતો. પુણ્યપ્રભાવથી કુબેર એ રીતે અત્યંત સુખી થયેલ એકદા તેની પાડોશમાં રહેનારા કઈ હજામને તે વ્યતિકરની ખબર પડી, એટલે તેણે વિચાર કર્યો કે -અહો! આ વ્યવહારીયાએના ઘરમાં લક્ષમી આવી જ રીતે વધતી હશે, માટે હું પણ તેમ કરૂં.” એમ વિચારી એકદા તેણે દેવમંદિરમાં રહેલા કોઈ તેવા નરને જોઈ નિમંત્રી, ઘેર લાવી, ભોજન કરાવીને લાકડીવડે મસ્ત કમાં તાડન કર્યું. તે પ્રહારથી પેલો પુરૂષ પોકાર કરવા લાગ્યો; એટલે પિકાર સાંભળીને આયુધ સહિત કેટવાળ ત્યાં આવ્યું અને હજામને બાંધી રાજાની પાસે ખડો કર્યો. રાજાએ વૃત્તાંત પૂછ કે:-“અરે! સત્ય બોલ.” એટલે તેણે બધે વૃત્તાંત કહી સંભલાવ્યો કે –“હે સ્વામિન! કુબેરવ્યવહારીના ઘરે સુવર્ણપુરૂષ થયે, તે જાણીને મેં પણ તેમ કર્યું, પરંતુ મને તેવું ફળ ન થયું.” એટલે રાજાએ કેતુકથી કુબેરવ્યવહારીને બોલાવીને પૂછ્યું, તેણે મૂળથી માંડીને બધો વૃત્તાંત કહી સંભળાવ્યો, એટલે રાજા સંતુષ્ટ થઈને બોલ્યો કે:-“અહો ! હું ધન્ય છું, કે જેના નગરમાં આવા દાતાર, પુણ્યવંત અને સત્યવાદી પુરૂષે વસે છે.' એમ કહીને રા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust