________________ 122 પાળીને સેફ સાધુ આ બધું હું લે શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર અને ગવાદિની સંપત્તિ જેમ આપવાથી વધે છે, તેમ દાન આપતાં લક્ષમી ક્ષીણ થતી નથી પણ ઉલટી અધિક વધે છે. સારા સ્થાનમાં રાખેલ થાપણની જેમ લક્ષ્મી દાતારનો પુનઃ પુનઃ આશ્રય લે છે; પરંતુ બંધનથી જાણે ભય પામીને નીકળી હોય તેમ તે કૃપણની પાસે પુનઃ આવતી નથી.” પછી કનિષ્ઠ બંધુએ મત્સરથી રાજાની આગળ જોઇ બંધનું કંઈક અલીક (બટું) પ્રકાશીને તેનું બધું લુંટાવી લીધું. આથી વૈરાગ્ય પામી છ બંધુ સુસાધુ પાસે પ્રવજ્યા લઈ અને તે નિરતિચાર પાળીને સધર્મદેવલોકમાં પ્રવર દેવતા થયે. લઘુ ભ્રાતા લેકમાં નિંદા પામવાથી અજ્ઞાન તપ કરી મરણ પામીને અસુર થયે, તું અસુનિમાંથી નીકળીને અહીં જમ પામ્યા અને જયેષ્ટ બંધુ સૈધર્મદેવલેથી ચવીને તામ્રલિપ્રિનગરીમાં મહાશ્રેણીને પુત્ર થયે. ગ્ય અવસરે તે યતિવ્રત સ્વીકારી કેવળજ્ઞાન પામીને વિચરે છે– તે હું પોતેજ છું. જે દાનને દ્વેષથી તે અંતરાય કર્યો, તે કર્મના વિપાકથી તને કૃપણુત્વ પ્રાપ્ત થયું, અને બેટી ચાડી કરીને જ્યેષ્ઠ બંધુની સમૃદ્ધિ તે લુંટાવી દીધી, તેના વિપાકથી તારૂં સર્વ ધન નષ્ટ થયું. હવે તે દુષ્કૃત્યની ગહણ કરીને જે ધન પ્રાપ્ત થાય, તેની મૂછો તજી સુપાત્રે આપવા માંડ. કહ્યું છે કે જે આપે છે અને ભગવે છે–તેજ ધનિકનું ધન છે; શેષ કશું જાણે છે કે ક્યાં અને કેને કામ આવશે ? શરીરને ગેપવી રાખનાર૫ર મૃત્યુ અને ધનને ગોપવી રાખનારપર વસુધા–જારથી થયેલા પુત્રના વત્સલ સ્વપતિને જોઈ દુશ્ચારિણે સ્ત્રી હસે તેમ હસે છે. ધનને ભેગવતાં આ ભવમાં તેની સફળતા થાય અને દાન આપતાં પરભવ સુધરે, પણ હે બંધુ! ભગવ્યા વિના અને દાન આપ્યા વિના મનુષ્યને ધન પ્રાપ્ત થયાને ગુણશે? તે કહે. અનિત્ય, અસ્થિર અને અસાર લક્ષમી–જે દાનમાં અપાય અને ભેગવાય-તેજ સફળ છે, કારણ કે ચપળ સ્ત્રીની જેમ લક્ષમી કેાઈના ઘરે પણ સ્થિતિ કરતી નથી. દાન પાંચ પ્રકારે છે. કહ્યું છે કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust