________________ ધનસારની કથા. 121 જળમાં ઝુંપાપાત દેવા લાગ્યા અને કેઈ દેવતાને સંભારવા લાગ્યા, કઈ ઘરના માણસને સંભારવા લાગ્યા, કેઈ નીચે બેસી રહ્યા, કોઈ “મને બચાવો, બચાવ” એમ બોલવા લાગ્યા, કેઈ મુખ ફાડીને બેસી રહ્યા. એવામાં વહાણના શત ખંડ થઈ ગયા. વહાણ ભગ્ન થતાં ધનસારને એક પાટીયું મળવાથી તે સમુદ્રનાં તરંગથી ઘસડાઈને બહાર નીકળે. પછી દીનપણે અટવીમાં ભ્રમણ કરતાં તે વિચારવા લાગ્યું કે -અહો ! મારૂં તે ધન ક્યાં? પરિવાર ક્યાં ? આકડાના તુલને પવન લઈ જાય તેમ દૈવ મને ક્યાં લઈ આવ્યું ? અહો! મને ધિક્કાર થાઓ કે મેં બહુ ધનને માત્ર સંચય કર્યો, ભગવ્યું નહિ અને ધર્મમાં પણ વાપર્યું નહિ, તેમ પરોપકાર પણ કર્યો નહિ.” આ પ્રમાણે ભાવના ભાવતાં ભાવતાં અને આમતેમ ભમતાં તત્કાળ ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાનથી દેદીપ્યમાન એવા એક મુનીશ્વરને તેણે જોયા. તેમના મહિમાથી આવેલ દેવોએ રચેલ સુવર્ણકમળ પર બિરાજમાન એવા તે મુનીશ્વરને નમસ્કાર કરીને ધનસાર તેમની પાસે બેઠે. પછી તેમણે કહેલ ધર્મ સાંભળી અવસર મેળવીને તેણે કેવળી ભગવંતને પૂછયું કે:- હે ભગવન્! હું કૃપણ અને નિધન કેમ થયા?” કેવળી બોલ્યા કે –“હે ભવ્ય ! સાંભળ:- ધાતકીખંડના ભરતક્ષેત્રમાં કોઈ ધનાઢ્ય શેઠને બે પુત્ર હતા. તેના પિતા મરણ પામ્યું, એટલે જયેષ્ઠ બંધુ ગૃહને નેતા થયા. તે ગભીર, સરલ, સારા આશયવાળ, દાતા અને સારે ભાવિક હતા, અને લઘુ ભ્રાતા કૃપણ અને લોભી હતે. જ્યેષ્ઠ જ્યારે દીનાદિકને દીને આપતો, ત્યારે કનિષ્ઠ તેની ઉપર દ્વેષ કરતો હતો, અને દાન કરતાં તેને બળાત્કારથી અટકાવતું હતું, પણું યેષ્ઠ વિરામ પામતા નહિ એટલે કનિષ્ઠ તેનાથી ભાગ વહેંચીને જુદે થયે. જયેષ્ઠ બંધુના લક્ષ્મી દાન દેતાં પચ્ચને પોષણ મળવાથી વૃદ્ધિ પામી અને દાન ન આપવાથી કનિષ્ઠ ઉલટો દરિદ્રી થયે કહ્યું છે કે:-“કૂપ, આરામ * P.P. AC. Gunratnasuri.M.S. " " Jun Gun Aaradhak Trust